નવી દિલ્હી: ICICI બેન્ક સાથે છેતરપિંડી કેસમાં વીડિયોકૉનના માલિક વેણુગોપાલ ધૂતની ધરપકડ કરવામાં આવી છે, તેમણે મુંબઇમાં CBIએ ધરપકડ કરી છે. એક અધિકારીએ આ જાણકારી આપી છે.
Advertisement
Advertisement
ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચર CBI રિમાન્ડમાં
વીડિયોકૉન લોન કેસમાં ધરપકડ ICICI બેન્કની પૂર્વ CEO અને MD ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરને શનિવારે સીબીઆઇની સ્પેશ્યલ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે ચંદા કોચર અને દીપક કોચરને ત્રણ દિવસના સીબીઆઇ રિમાન્ડમાં મોકલી દીધા હતા.
શંકા વ્યક્ત કરવામા આવતી હતી કે વીડિયોકૉન લોન કેસમાં CBI તરફથી જલ્દી ચાર્જશીટ દાખલ કરવામાં આવી શકે છે. ચાર્જશીટમાં વીડિયોકૉન ગ્રુપના વેણુગોપાલ ધૂત સાથે કોચર દંપત્તિનું પણ નામ દાખલ કરવામાં આવી શકે છે. ચંદા કોચર પર આરોપ છે કે તેમણે વીડિયોકૉન ગ્રુપના પ્રમોટર વેણુગોપાલ ધૂતને આંખ બંધ કરીને લોન આપી હતી અને તેના બદલામાં નૂપાવરમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યુ હતુ.
શું છે CBIનો આરોપ?
CBIએ આરોપ લગાવ્યો છે કે ICICI બેન્કે વેણુગોપાલ ધૂત દ્વારા વીડિયોકૉન ગ્રુપની કંપનીઓને બેન્કિંગ વિનિયમન અધિનિયમ, આરબીઆઇના નિયમ અને બેન્કની દેવા નીતિનું ઉલ્લંઘન કરતા 3,250 કરોડ રૂપિયાની લોન ફેસિલિટી મંજૂર કરી હતી. ચંદા કોચર અને દીપક કોચરની અટકાયત સબંધી સુનાવણી દરમિયાન સીબીઆઇ તરફથી હાજર સરકારી વકીલ એ લિમોજિને દલીલ કરી હતી કે ચંદા કોચરે વીડિયોકૉન ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડને 300 કરોડ રૂપિયાની દેવા સુવિધાને મંજૂરી આપીને આઇપીસીની કલમ 409 હેઠળ ગુનાહિત છેતરપિંડી પણ કરી છે.
વેણુગોપાલ ધૂત પર લાગ્યા આ આરોપ
સીબીઆઈના જણાવ્યા અનુસાર, 2009માં, ચંદા કોચરની આગેવાની હેઠળની આઈસીઆઈસીઆઈ બેંકની મંજૂરી સમિતિએ બેંકના નિયમો અને નીતિઓનું ઉલ્લંઘન કરીને VIELને 300 કરોડ રૂપિયાની લોન મંજૂર કરી હતી. તેમણે કહ્યું કે બીજા જ દિવસે, વીએન ધૂતે તેમની કંપની સુપ્રીમ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ (SEPL) દ્વારા VIEL થી NRLમાં રૂ. 64 કરોડ ટ્રાન્સફર કર્યા. બાદમાં ચંદા કોચરે વીડિયોકોન ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર વીએન ધૂત પાસેથી કથિત રીતે મેળવેલા 64 કરોડ રૂપિયા તેમના પતિની કંપની ન્યુપાવર રિન્યુએબલ્સ લિમિટેડમાં રોકાણ કરીને પોતાના ઉપયોગ માટે ડાયવર્ટ કર્યા હતા.
Advertisement