અમદાવાદ: ભારતની સૌથી આધુનિક વંદે ભારત એક્સપ્રેસ 11.18 મિનિટ પર અકસ્માતનો ભોગ બની હતી. આ ટ્રેન વટવા અને મણિનગર સ્ટેશન પાસે રખડતા ઢોરના ઝુંડ સાથે ટકરાઇ હતી. આ ટ્રેન મુંબઇથી અમદાવાદ આવતી હતી. આ દરમિયાન વંદે ભારત એક્સપ્રેસનો આગળનો ભાગ તૂટી ગયો હતો.
Advertisement
Advertisement
20 મિનિટ સુધી ટ્રેનને રોકવી પડી
અમદાવાદ રેલ્વેના PRO જીતેન્દ્ર જયંત અનુસાર સવારે સવા 11 વાગ્યે આ દૂર્ઘટના બની હતી. દૂર્ઘટના બાદ ટ્રેનને 20 મિનિટ રોકવી પડી હતી. ટ્રેનને રીપેર કરવા માટે રવાના કરી દેવામાં આવી છે. આ વંદે ભારત ટ્રેનને 30 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપી હતી. આ ટ્રેન 180થી 200 કિમી/ પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.
ભારતની ત્રીજી વંદે ભારત ટ્રેન
આ દેશમાં ત્રીજી વંદે ભારત ટ્રેન છે. આ પહેલા નવી દિલ્હી અને વારાણસી તથા નવી દિલ્હી અને માતા વૈષ્ણોદેવી કટરા વચ્ચે વંદે ભારત ટ્રેન ચાલી રહી છે. આ ટ્રેન ગાંધીનગરથી અમદાવાદ થઇને મુંબઇ સુધી જાય છે.
આ પણ વાંચો: અમદાવાદ: વેજલપુર APMCથી મોટેરા રૂટ મેટ્રોનો આજથી પ્રારંભ
સરકારનો શું છે પ્લાન
કેન્દ્ર સરકારે મરાઠવાડા રેલ કોચ ફેક્ટરીમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના આશરે 1600 ડબ્બાનું નિર્માણ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાંથી દરેક ડબ્બા પર આઠ કરોડથી નવ કરોડ રૂપિયાનો ખર્ચ થશે, જેને લઇને ફેક્ટરીમાં જરૂરી બદલાવ થવાના શરૂ થઇ ગયા છે.
Advertisement