અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અમદાવાદમાં મેટ્રોના બીજા ફેઝની આજથી શરૂઆત કરવામાં આવી છે. વેજલપુર APMCથી મોટેરા રૂટ મેટ્રોનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પહેલા મેટ્રો ફેઝ-1 વસ્ત્રાલથી થલતેજ રૂટનો વડાપ્રધાન મોદીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
Advertisement
Advertisement
APMCથી મોટેરા સુધી દોડશે મેટ્રો ટ્રેન
APMCથી મોટેરા સુધી 18 કિલોમીટરના રૂટમાં મેટ્રો ટ્રેન દોડશે. આ રૂટ વચ્ચે કુલ 16 સ્ટેશન આવશે. એપીએમસીથી મોટેરા સુધી 38 મિનિટમાં એક સ્ટેશનથી બીજા સ્ટેશનના અંત સુધી મેટ્રો રેલ પહોચશે.
આ સ્ટેશન પર મેટ્રો ટ્રેન રોકાશે
જીવરાજ પાર્ક, રવીનગર, શ્રેયસ, પાલડી, ગાંધીગ્રામ, જૂની હાઇકોર્ટ, ઉસ્માનપુરા, વિજયનગર, વાડજ, રાણીપ, સાબરમતી રેલ્વે સ્ટેશન, એઇસી, સાબરમતી અને મોટેરા.
PM મોદીએ મેટ્રો ફેઝ-1નો કર્યો હતો પ્રારંભ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં મેટ્રો ફેઝ-1નો પ્રારંભ કર્યો હતો. PM મોદીએ કાલુપુર રેલ્વે સ્ટેશનથી દૂરદર્શન કેન્દ્ર સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી. આ દરમિયાન કેટલાક મુસાફરો સાથે તેમણે વાતચીત પણ કરી હતી.
Advertisement