નવી દિલ્હી: ત્રીજી અને નવી વંદે ભારત એક્સપ્રેસે (Vande Bharat Express) ટ્રાયલ રન દરમિયાન માત્ર 52 સેકન્ડમાં 0થી 100 કિમી પ્રતિ કલાકની ગતિ સુધીની ઝડપ મેળવીને બુલેટ ટ્રેનનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે તેની જાણકારી આપી છે. આ સિવાય તેમણે એમ પણ કહ્યુ કે ફોટોકૈટલિટિક એર પ્યૂરીફાયર સિસ્ટમ નવી વંદે ભારત ટ્રેનને કોરોના સહિત હવાથી ફેલાનારી તમામ બીમારીથી મુકત રાખશે. તમને જણાવી દઇએ કે ભારતની આ સેમી-હાઇ સ્પીડ ટ્રેન આવતા કેટલાક અઠવાડિયામાં અમદાવાદ-મુંબઇ રૂટ પર ચાલવા માટે તૈયાર છે.
Advertisement
Advertisement
ટ્રાયલ રનના પરિણામની જાહેરાત કરતા રેલ મંત્રી વૈષ્ણવે કહ્યુ, “વંદે ભારત ટ્રેન (Vande Bharat Express) નું ત્રીજુ પરીક્ષણ ગુરૂવારે પૂર્ણ થઇ ગયુ, જેને 0-100 કિમી પ્રતિ કલાકની ઝડપ 52 સેકન્ડમાં પૂર્ણ કરી લીધી છે જ્યારે બુલેટ ટ્રેન આ અઠવાડિયે ઝડપ મેળવવામાં 54.6 સેકન્ડનો સમય લે છે. આ નવી ટ્રેનની વધુમાં વધુ ગતિ 180 કિમી પ્રતિ કલાકની છે. જૂની વંદે ભારતની વધુમાં વધુ ગતિ 160 કિમી પ્રતિ કલાકની છે.
તેમણે કહ્યુ, આરામદાયક યાત્રા માટે આ ટ્રેનમાં કેટલીક વિશેષતાઓ છે. ગુણવત્તા અને સવારી સૂચકાંકમાં સુધારો થયો છે. આ માપદંડો પર ટ્રેનનો સ્કોર 3.2 છે જ્યારે વિશ્વ સ્તર પર સર્વશ્રેષ્ઠ સ્કોર 2.9 છે.
આ પણ વાંચો: PM મોદીએ વંદે ભારત ટ્રેનને બતાવી લીલી ઝંડી, ગાંધીનગરથી ટ્રેનમાં બેસીને કાલુપુર પહોચ્યા
વંદે ભારતમાં નવી એસી સિસ્ટમ
ફોટોકૈટલિટિક એર પ્યૂરીફાયર સિસ્ટમ નવી વંદે ભારત ટ્રેનને કોરોના સહિત હવાથી ફેલાનારી તમામ બીમારીથી મુક્ત રાખશે. રેલ મંત્રાલય પૉયલેટ પ્રોજેક્ટ તરીકે નવી વંદે ભારતમાં વિષાણુ રોધક આ સિસ્ટમ લગાવવા જઇ રહ્યુ છે. સફળતા મળ્યા બાદ તમામ 400 વંદે ભારત સહિત રેલ્વેની પ્રીમિયમ રાજધાની, શતાબ્દી, દુરંતો સહિત અન્ય ટ્રેનમાં આ યોજનાને લાગુ કરવામાં આવશે.
ટ્રેને પોતાનું અંતિમ ટ્રાયલ પૂર્ણ કરી લીધુ છે અને તેના રૂટ અને ચાલવાની જાહેરાત જલ્દી કરવામાં આવશે. સૂત્રો અનુસાર, ગુજરાત વિધાનસભા ચૂંટણીને જોતા વંદે ભારત-અમદાવાદ-મુંબઇ વચ્ચે ચલાવવામાં આવી શકે છે.
Advertisement