વડોદરા: રાજ્યમાં વધુ એક અકસ્માતની ઘટના બનતા 6 લોકોના મોત થયા છે જ્યારે 17 લોકો ઘાયલ થયા છે. વડોદરામાં કપૂરાઇ ચોકડી પાસે લક્ઝરી અને ટ્રેલર વચ્ચે ટક્કર થઇ હતી જેને કારણે 6 લોકોના મોત થયા હતા. જ્યારે ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે સયાજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Advertisement
Advertisement
લક્ઝરી બસ રાજસ્થાનના ભીલવાડાથી મુંબઇ જતી હતી. આ દરમિયાન ઓવરટેક કરવાના ચક્કરમાં ઘઉં ભરેલા ટ્રેલર સાથે અથડાઇ હતી.અકસ્માત બાદ ખાનગી બસમાંથી મુસાફરોને બહાર કાઢવા માટે બસના પતરા કાપવા પડ્યા હતા. બસ ઓવરસ્પીડમાં હતી અને ટ્રેલર સાથે અથડાતા બસનો સાઇડના ભાગના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા.
View this post on Instagram
આ પણ વાંચો: ભાવનગર-અમદાવાદ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 5 લોકોના મોત
આ અકસ્માતમાં બે પુરૂષ, ત્રણ મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. અકસ્માતને પગલે કપૂરાઇ ચોકડી પર લોકોના ટોળે ટોળા ભેગા થઇ ગયા હતા અને બનાવની જાણ 108 એમ્બ્યુલન્સ અને પોલીસને કરવામાં આવી હતી. તે બાદ પોલીસે ઘટનાસ્થળે પહોચીને વધુ તપાસ હાથ ધરી હતી.
Advertisement