બોટાદ: ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં બાળક સહિત પાંચ લોકોના મોત થયા છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર પરિવાર અમદાવાદના વિરાટનગરનો હતો.
Advertisement
Advertisement
અકસ્માતને પગલે હાઇવે પર સ્થાનિકોના ટોળે ટોળા ભેગા થઇ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સ તેમજ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્થાનિકોની મદદથી મૃતકોની લાશને પોસ્ટ મોર્ટમ માટે ભાવનગર સર ટી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અમદાવાદના પરિવારને નડ્યો અકસ્માત
અમદાવાદનો પરિવાર પાલીતાણા મહાતીર્થ દર્શન કરીને પરત ફરતો હતો ત્યારે અધેલાઇ પાસે અકસ્માત થતા પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જેમાં એક 10થી 12 વર્ષનું બાળક પણ હતુ. અકસ્માત એટલો ભયંકર હતો કે કારના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા.
Advertisement