ઉત્તરાખંડ: ઉત્તરાખંડમાં દ્રૌપદીના ડાંડા-2 પર્વત શિખર પર થયેલા હિમપ્રપાતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઈ ગઈ છે.
Advertisement
Advertisement
નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગ (NIM)એ ગુરુવારે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે હિમપ્રપાતને કારણે કુલ 29 લોકો ફસાયા હતા, જેમાં બે પ્રશિક્ષકો અને 27 તાલીમાર્થીઓનો સમાવેશ થાય છે.
સંસ્થાએ જણાવ્યું હતું કે 4 ઓક્ટોબરે કુલ ચાર મૃતદેહ મળી આવ્યા હતા જેમાં બે પ્રશિક્ષક અને બે તાલીમાર્થીઓ હતા.
6 ઓક્ટોબરે 12 તાલીમાર્થીઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના કાર્યક્રમની જાહેરાત દિવાળી પહેલા જ થઇ જશે!
નેહરુ પર્વતારોહણ સંસ્થાનું કહેવું છે કે શોધ અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે, જ્યારે ખરાબ હવામાનને કારણે હાલ હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી નથી.
નહેરુ પર્વતારોહણ સંસ્થાન, ભારતીય સેના, આઈટીબીપી, હાઈ એલ્ટિટ્યુડ વોરફેર સ્કૂલ, એરફોર્સ, રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને જિલ્લા વહીવટીતંત્ર પણ બચાવ કામગીરીમાં સામેલ છે.
મંગળવારે હિમપ્રપાતમાં ફસાયેલા આઠ લોકોને ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ દ્વારા એરલિફ્ટ કરવામાં આવ્યા હતા.
ઉત્તરાખંડ પોલીસના જણાવ્યા અનુસાર, બચાવાયેલા પર્વતારોહકોમાં ગુજરાતના દીપ સિંહ, તેહરી ગઢવાલના રોહિત ભટ્ટ, ઉત્તરકાશીના સૂરજ સિંહ, મુંબઈના સુનિલ લાલવાણી, રાજસ્થાનના અનિલ કુમાર, દિલ્હીના મનીષ અગ્રવાલ, ચમોલીના કંચન સિંહ અને દેહરાદૂનના અંકિત સિંહનો સમાવેશ થાય છે.
Uttarakhand | Total 16 bodies recovered (two instructors & 14 trainees) till now, after an avalanche hit the mountaineers on Draupadi Ka Danda-II on October 4: Nehru Institute of Mountaineering pic.twitter.com/4LefXRsPqw
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 6, 2022
અત્યાર સુધીમાં કુલ 14 ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા છે.
નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગ (NIM) એ મંગળવારે જણાવ્યું હતું કે ડોકરાણી બમાક ગ્લેશિયરમાં 22 સપ્ટેમ્બરથી બેઝિક/એડવાન્સ ટ્રેનિંગ ચાલી રહી છે.
97 તાલીમાર્થીઓ, 24 ટ્રેનર્સ અને એક NIM અધિકારી સહિત કુલ 122 લોકો બેજિક તાલીમમાં સામેલ થયા હતા, જ્યારે 44 તાલીમાર્થીઓ અને 9 ટ્રેનર્સ સહિત કુલ 53 લોકો એડવાન્સ કોર્સમાં સામેલ થયા હતા.
Advertisement