ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે (ICC)રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે. રશિયન આક્રમણને કારણે હજારો યુક્રેનિયન બાળકોના ગેરકાયદેસર સ્થળાંતરનો પુતિન પર આરોપ છે. આ ઉપરાંત કોર્ટે પુતિન પર વોર ક્રાઈમ જેવા ગંભીર આરોપ લગાવ્યા છે. હેગ સ્થિત ICCએ જણાવ્યું કે કોર્ટે આ જ આરોપોસર રશિયાના બાળ અધિકારો અંગેના પ્રેસિડેન્શિયલ કમિશનર લ્વોવા-બેલોવા સામે પણ વોરંટ જારી કર્યું હતું.
Advertisement
Advertisement
રશિયાએ રાષ્ટ્રપતિ પુતિન પરના તમામ આરોપોને નકારી કાઢ્યા
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને રશિયન રાષ્ટ્રપતિની ધરપકડ અંગે પત્રકારોના પ્રશ્રોનો જવાબ આપતાં કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુદ્ધ અપરાધ કર્યો છે. જોકે, રશિયાએ રાષ્ટ્રપતિ પુતિન પર લગાવવામાં આવેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ માટે જારી કરાયેલા ધરપકડ વોરંટ બાબતે કોઈ સ્પષ્ટતા નથી. રશિયા ICCનું સભ્ય નથી તેથી પુતિન પર પગલાં લેવાશે કે કેમ અને લેવાશે તો કેવી રીતે લેવાશે તે સ્પષ્ટ નથી. રશિયાના પ્રવક્તા દમિત્રી પેસ્કોવે કહ્યું કે રશિયા સિવાય પણ દુનિયામાં ઘણાં દેશો છે જે આ અદાલતના અધિકાર ક્ષેત્રને માન્યતા આપતા નથી. ધરપકડ વોરંટનો કોઈ અર્થ નથી. પેસ્કોવે ઉમેર્યું કે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના ચુકાદાઓ સાથે અમારે કોઈ લેવા-દેવા નથી.
16 હજારથી વધુ યુક્રેનિયન બાળકોને રશિયા મોકલાયા
બીજી બાજુ યુક્રેને દાવો કર્યો હતો કે રશિયાના આક્રમણ પછી 16 હજારથી વધુ યુક્રેનિયન બાળકોને રશિયા મોકલવામાં આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે પુતિને આઈસીસીમાં સામેલ 120 દેશ પૈકી એક પર હુમલો કર્યો છે. તેથી તેમની સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. મને લાગે છે કે તેમની સામે ધરપકડ વોરંટ ઈસ્યુ કરવાનો નિર્ણય યોગ્ય છે.
ફોરેન્સિક પૂરાવાના આધારે ધરપકડ વોરંટ
યુક્રેનના પ્રમુખ વ્લોડિમિર ઝેલેન્સ્કીએ ધરપકડ વોરંટ અંગે કહ્યું કે આ એક ઐતિહાસિક નિર્ણય હતો. જેના લીધે ઐતિહાસિક જવાબદારી શરુ થશે. રિપોર્ટ પ્રમાણે આઈસીસીના પ્રોસિક્યુટર કરીમ ખાને કહ્યું કે ધરપકડ વોરંટનો નિર્ણય ફોરેન્સિક પૂરાવા, તપાસ અને બે વ્યક્તિઓના નિવેદનોના આધારે લેવાયો છે. તેમણે ઉમેર્યું કે તેમણે જે પૂરાવા રજૂ કર્યા હતા તે બાળકો પર થતાં અપરાધો પર કેન્દ્રીત હતાં. બાળકો આપણા સમાજનોસૌથી નબળો હિસ્સો છે. યુક્રેનના પશ્ચિમી સહયોગીઓએ પણ બ્રિટનના નિર્ણયનું સ્વાગત કરતાં આ પગલાંની પ્રશંસા કરી હતી. જ્યારે યુરોપિયન સંઘે કહ્યું કે વોરંટ તો હજુ શરુઆત છે.
Advertisement