ન્યૂયોર્ક: અમેરિકામાં તમામ ફ્લાઇટને એક ટેકનિકલ ખરાબીને કારણે જમીન પર ઉતારવામાં આવી છે. ખરાબ થનારી સિસ્ટમ ઉડાન દરમિયાન પાયલોટને ખતરો કે એરપોર્ટની ફેસિલીટી સર્વિસ અને તેના સબંધિત પ્રક્રિયાઓમાં કોઇ બદલાવને લઇને ચેતવણી આપે છે. અમેરિકાની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને જણાવ્યુ કે ઉડાન પ્રણાલીમાં ગડબડને કારણે આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ આદેશ બાદ અમેરિકન એરપોર્ટ પર મુસાફરોની ભીડને કારણે અફરા તફરીનો માહોલ છે.
Advertisement
Advertisement
ઓથોરિટીએ NOTAM જાહેર કર્યુ
FAAએ પોતાની એડવાઇઝરીમાં કહ્યુ કે આ ખરાબી બાદ NOTAM (નોટિસ ટૂ એર મિશન) જાહેર કરવામાં આવ્યું છે. નોટમ એક ચેતવણી હોય છે જેમાં એક નિશ્ચિત એરપોર્ટમાં તમામ ઉડાનોને પ્રતિબંધિત કરવામાં આવે છે. નોટમ અવાર નવાર કોઇ મિસાઇલ કે બીજા એર ઉપકરણોના પરીક્ષણ દરમિયાન જાહેર કરવામાં આવે છે, જેનાથી સામાન્ય વિમાન પરિચાલનનો ખતરો ઉભો થવાનું અનુમાન હોય છે.
બુધવાર સવારથી જોવા મળી હતી અસર
ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટવેયરે કહ્યુ કે બુધવાર સવારે 5.31 વાગ્યાથી 400થી વધુ ફ્લાઇટ અમેરિકાની અંદર કે બહાર મોડી ચાલી રહી છે. FAAએ પોતાની વેબસાઇટ પર જણાવ્યુ કે ટેકનીશિયન વર્તમાનમાં સિસ્ટમને રિપેર કરવાનું કામ કરી રહ્યા છે. જોકે, તેમાં કેટલો સમય લાગશે તેને લઇને હજુ કોઇ જાણકારી મળી નથી. આ ખરાબી દૂર થયા બાદ તમામ ફ્લાઇટ નિશ્ચિત ક્રમે ફરી ઉડાન ભરવાની પરવાનગી આપવામાં આવશે.
Advertisement