દિલ્હીઃ દેશમાં અચાનક જ મોસમનો મિજાજ બદલાઈ ગયો છે. ગુજરાતમાં છેલ્લાં થોડાં દિવસોથી સતત કમોસમી વરસાદ થઈ રહ્યો છે. બીજી તરફ હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદ થઈ શકે છે. ઘણાં રાજ્યોમાં મૂશળધાર વરસાદ થઈ રહ્યો છે. તેને લીધે ખેડૂતોની ચિંતા વધી રહી છે. આજે પણ ઘણાં રાજ્યોમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે અને ઘણાં સ્થળોએ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સ્વપ્ન નગરી મુંબઈની વાત કરીએ તો ત્યાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આજે અને આવતીકાલ માટે એલર્ટ જાહેર કર્યું છે.
Advertisement
Advertisement
ઉત્તર પશ્ચિમમાં ઘણાં સ્થળોએ વરસાદ તેમજ કરા પડવાની સંભાવના
બીજી બાજુ, ઉત્તર પશ્ચિમમાં ઘણાં સ્થળોએ વરસાદ તેમજ કરા પડવાની સંભાવના છે. IMD અનુસાર, આ સ્થળોએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે વરસાદ પડી રહ્યો છે. IMD મુંબઈના જણાવ્યા અનુસાર, આગામી સમય દરમિયાન મુંબઈ, થાણે, રાયગઢ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ 30 – 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.
દેશના આ 12 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી
મુંબઈ શહેર ઉપરાંત દેશના 12 અલગ-અલગ રાજ્યોમાં આજે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તેમાં પશ્ચિમ હિમાલય ક્ષેત્ર, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ જેવા ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં પણ વરસાદ પડવાની શક્યતા
ગુજરાત હવામાન વિભાગના નિદેશક મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર, આગામી 3 – 4 દિવસ સુધી ગુજરાત અને તેના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે. આવતીકાલથી વરસાદ હળવો પડશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ થવાની શક્યતા છે. 21 અને 22 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, ભરુચ, સુરત, રાજકોટ, કચ્છ અને અમરેલી જિલ્લાઓમાં છૂટાંછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. 24 માર્ચે વરસાદનું પ્રમાણ ઘટવાની શક્યતા છે. આગામી 4 દિવસ સુધી ગરમીમાં વધારો થવાની કોઈ શક્યતા નથી.
Advertisement