કરાંચી: અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમે બીજા લગ્ન કર્યા છે. દાઉદની બીજી પત્ની પાકિસ્તાનની છે અને પઠાણ પરિવારની છે. આ ખુલાસો ખુદ દાઉદ ઇબ્રાહિમના ભાણીયા અલીશાહ પારકરે કર્યો છે. અલીશાહ, દાઉદની બહેન હસીના પારકરનો પુત્ર છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ અંડરવર્લ્ડ ટેરર ફંડિગ કેસમાં અલીશાહની પૂછપરછ કરી છે, ત્યારે તેને કેટલાક ખુલાસા કર્યા છે. NIAએ પોતાની ચાર્જશીટમાં અલીશાહના નિવેદનને એક સાક્ષી તરીકે નોંધ્યુ છે.
Advertisement
Advertisement
અલીશાહે NIAને આપેલા નિવેદન અનુસાર, દાઉદ ઇબ્રાહિમે અલીશાહને જણાવ્યુ છે કે તેને બીજા લગ્ન કરવા માટે પોતાની પ્રથમ પત્ની મહેજબીનને છુટાછેડા આપી દીધા છે પરંતુ એવુ નથી. દાઉદ ઇબ્રાહિમની પત્ની મહેજબીન સાથે તેની મુલાકાત જુલાઇ 2022માં દુબઇમાં થઇ હતી, ત્યારે તેને આ વાત ખબર પડી હતી.
અલીશાહ અનુસાર, દાઉદ ખુદ કોઇના સીધા સંપર્કમાં નથી રહેતો પરંતુ તેની પત્ની મહેજબીન દરેક તહેવાર અને પ્રસંગે વૉટ્સએપ કૉલ દ્વારા ભારતમાં હાજર પરિવારના સભ્યોનો સંપર્ક કરીને હાલચાલ પૂછતી રહે છે.
અલીશાહે દાઉદ ઇબ્રાહિમના પાકિસ્તાનમાં નવા ઠેકાણાનો પણ ખુલાસો કર્યો છે, તેમના અનુસાર, દાઉદ ઇબ્રાહિમે પોતાનું જૂનું ઠેકાણુ બદલી નાખ્યુ છે. હવે દાઉદ કરાચીના અબ્દુલા ગાજી બાબા દરગાહ પાછળ રહીમ ફાકી પાસે ડિફેન્સ એરિયામાં રહે છે. NIAએ ગત વર્ષે અંડરવર્લ્ડ ટેરર ફંડિગ કેસમાં યૂએપીએ હેઠળ કેસ દાખલ કર્યો હતો જેમાં છોટા શકીલના સાઢુ સલીમ ફ્રૂટ સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
Advertisement