નવી દિલ્હી: હાલમાં રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યાં છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ એક વખત ફરીથી કેન્દ્ર સરકાર પર નિશાન સાંધતા કહ્યું છે કે એક દેશમાં બે ભારત છે, એક ગરીબો માટે અને બીજો અમીરો માટે.
Advertisement
Advertisement
આ વાત રાહુલ ગાંધીએ ત્યારે કહી જ્યારે તેઓ કર્ણાટકમાં એક વૃદ્ધ મહિલાને મળ્યા હતા. તે મહિલાના પતિએ માત્ર 50 હજાર રૂપિયાનું દેવું ચૂકતે ના કરી શકવાના કારણે આત્મહત્યા કરી લીધી હતી. તેમને મળ્યા પછી રાહુલ ગાંધીએ એક ટ્વિટ કર્યું હતું, તેમને લખ્યું કે, તેમના ખેડૂત પતિ 50 હજાર રૂપિયાના દેવાના કારણે આત્મહત્યા કરી લીધી.
એક ભારત: પૂંજીપતિ મિત્રોને 6 ટકા વ્યાજ પર લોન અને કરોડોની દેવામાફી
कल मैं एक महिला से मिला, उनके किसान पति ने ₹50,000 के कर्ज़ के कारण आत्महत्या कर ली।
एक भारत: पूंजीपति मित्रों को 6% ब्याज पर कर्ज़ और करोड़ों की कर्ज़माफ़ी
दूसरा भारत: अन्नदाताओं को 24% ब्याज पर कर्ज़ और कष्टों से भरी ज़िंदगी
एक देश में ये ‘दो भारत’, हम स्वीकार नहीं करेंगे।
— Rahul Gandhi (@RahulGandhi) October 7, 2022
બીજું ભારત: અન્નદાતાઓની લોન પર 24 ટકા વ્યાજ અને કષ્ટપૂર્ણ જીવન
એક દેશમાં બે ભારત અમે સ્વીકાર કરીશું નહીં.
કોંગ્રેસની ભારત જોડો યાત્રા આ સમયે કર્ણાટકથી પસાર થઇ રહી છે. આ યાત્રામાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી પણ પોતાના પુત્ર રાહુલ ગાંધી સાથે ભાગ લેવા માટે ભારત જોડો યાત્રામાં જોડાયા હતા.
Advertisement