કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi Death Threat)ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી એક પત્રના માધ્યમથી મળી છે. ઇન્દોર પોલીસે તે વિસ્તારના CCTV ફુટેલના આધારે તપાસ શરૂ કરી દીધી છે, તેથી તેનો ખ્યાલ મેળવી શકાય કે પત્ર કોણ મોકલી ગયું છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા મહારાષ્ટ્રમાં છે. તે પછી તેમની યાત્રા મધ્ય પ્રદેશમાં પ્રવેશ કરશે.
Advertisement
Advertisement
ઇન્દોર પોલીસ પત્રની તપાસમાં લાગી
જણાવી દઈએ કે, ઇન્દોરના જૂની ઇન્દોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાહુલ ગાંધીના નામનો એક ધમકી ભર્યો પત્ર પહોંચ્યો છે, જેમાં તેમને બોમ્બથી ઉડાવી દેવાની વાતો સામે આવી રહી છે. આ પત્ર પોલીસ પાસે પહોંચ્યા પછી ઇન્દોર પ્રશાસનમાં હડકંપ મચી ગયું છે. પોલીસ પણ સતર્ક થઇ ગઇ છે.
CCTV ફુટેજની તપાસમાં લાગી પોલીસ
જુની ઈન્દોર પોલીસ સ્ટેશન વિસ્તારના નમકીન વેપારી અજય સિંહે આ પત્ર પોલીસને સોંપ્યો છે. આ મામલાની તપાસમાં ક્રાઈમ બ્રાન્ચ અને અલગ-અલગ ટીમો એકત્ર થઈ છે. જો કે, સીસીટીવીની મદદથી પત્ર પહોંચાડનાર વ્યક્તિની શોધ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી પોલીસ આ પત્રના મૂળ સુધી પહોંચી શકી નથી.
પોલીસનું કહેવું છે કે, આ કેસમાં તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ આ બાબતમાં વધારે કંઇ જાણકારી આપવાથી બચી રહી છે. ઉલ્લેખનિય છે કે, ભારત જોડો યાત્રા મહારાષ્ટ્રથી મધ્યપ્રદેશમાં પ્રવેશ કરવાની છે અને તેનાથી પહેલા આ પત્ર ક્યાંકને ક્યાંક મધ્ય પ્રદેશમાં યાત્રાની સુરક્ષા પર પ્રશ્ન ઉભા થઇ રહ્યાં છે.
Advertisement