નવી દિલ્હી: અંગ્રેજોના જમાનાનું સંસદ ભવન ઇતિહાસમાં દર્જ થઇ જશે. નવા સંસદ ભવનના નિર્માણનું કામ પૂર્ણ થઇ ગયુ છે. સંસદ ભવનનો હૉલ બનીને તૈયાર છે. નવુ સંસદ ભવન કેવુ છે, તેની તસવીર પણ સામે આવી છે.
Advertisement
Advertisement
નવા સંસદ ભવનમાં લોકસભા ફ્લોરનો પ્લાન રાષ્ટ્રીય પક્ષી મોરની થીમ પર રાખવામાં આવ્યો છે.
નવુ ભવન જૂના સંસદ ભવનથી 17,000 વર્ગ મીટર મોટુ છે, તેને 64,500 વર્ગ મીટર ક્ષેત્રમાં બનાવવામાં આવ્યું છે. જાણકારી અનુસાર, આ કૉન્ટ્રાક્ટ ટાટા પ્રોજેક્ટને 2020માં 861.9 કરોડ રૂપિયામાં PHOTOS: આપવામાં આવ્યો હતો, જે બાદમાં ખર્ચ 1200 કરોડ રૂપિયા વધારવામાં આવ્યો હતો.
GSTના દર વધવાને કારણે આ કિંમત વધી હતી. નવા સંસદ ભવનને પૂર્ણ બનાવવાની સાથે જૂના સંસદ ભવનને મ્યૂઝિયમમાં બદલી નાખવામાં આવશે.
આ ભવન પૂર્ણ રીતે ભૂકંપવિરોધી છે, જેની ડિઝાઇન HCP ડિઝાઇન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે તૈયાર કરી છે. જેના આર્કિટેક્ટ બિમલ પટેલ છે. સંસદના નવા ભવનમાં એક સાથે 1200થી વધારે સાંસદના બેસવાની સુવિધા છે, જેમાં 888 સાંસદ લોકસભામાં અને 384 સાંસદ રાજ્યસભામાં બેસી શકે છે. નવા ભવનમાં એક સુંદર બંધારણ કક્ષનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે.
નવી બિલ્ડિંગ 13 એકરમાં બનેલી છે. આ રાષ્ટ્રપતિ ભવનથી થોડા અંતર પર છે. સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ બનેલા ચાર માળના નવા સંસદ ભવનમાં લાઉંજ, લાઇબ્રેરી, કમિટી હૉલ, કેન્ટીન અને પાર્કિગની સુવિધા પણ આપવામાં આવી છે.
વર્તમાન સંસદ ભવનને 95 વર્ષ પહેલા 1927માં બનાવવામાં આવ્યો હતો. માર્ચ 2020માં સરકારે સંસદને જણાવ્યુ કે જૂની બિલ્ડિંગ ઓવર યૂટિલાઇજ્ડ થઇ ગઇ છે અને ખરાબ થઇ રહી છે.
આ સાથે જ લોકસભાની બેઠક નવેસરથી પરિસીમન બાદ જે બેઠક વધશે, તેમના સાસંદોને બેસવા માટે જૂની બિલ્ડિંગ પુરતી જગ્યા નથી, જેને કારણે નવી બિલ્ડિંગ બનાવવામાં આવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 ડિસેમ્બર, 2020માં નવા સંસદ ભવનની આધારશિલા રાખી હતી. નવા સંસદ ભવનની નવી બિલ્ડિંગના નિર્માણમાં અત્યાર સુધી 26,045 મેટ્રિક ટન સ્ટીલ, 63,807 મેટ્રીક ટન સીમેન્ટ અને 9689 ક્યૂબિક મીટર ફ્લાઇ એશનો ઉપયોગ કરવામાં આવી ચુક્યો છે.
જોકે, એક મોટા અધિકારી અનુસાર, નવી બિલ્ડિંગમાં હજુ કામ બાકી છે પરંતુ એવી પણ આશા વ્યક્ત કરવામાં આવી છે કે 12 માર્ચે રજા બાદ જ્યારે સંસદની મીટિંગ થશે તો નવુ ભવન તૈયાર થઇ જશે.
Advertisement