ગુજરાત એક્સક્લૂઝિવ: ગુજરાત ચૂંટણી 2022ના પ્રથમ તબક્કાનું મતદાન એકદમ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. જોકે, આ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી બીજા તબક્કાની ચૂંટણીને લઈને પોતાના ભાષણો આપી રહ્યાં છે. ગુજરાતમાં પાછલા 27 વર્ષ રાજ કરનારી બીજેપી યુવાઓને રોજગારી આપી ના શકવાના મુદ્દાને ડાયવર્ડ કરવા માટે વ્યર્થ ચર્ચાઓને જોર-શોરથી હવા આપી રહી છે. બેરોજગારી-મોંઘવારી પોતાના ચરમ પર પહોંચી જવાના કારણે ગરીબોનું જીવન ધૂળ અને ધાણી બની ગયું છે, પરંતુ પીએમ મોદી તે અંગે એક પણ શબ્દનો ઉલ્લેખ કરી રહ્યાં નથી. ખેડૂતોની આત્મહત્યા અંગે પણ મૌન સેવી રહ્યાં છે. આ વખતે તો તેમના પોતાના નારા વિકાસને પણ ભૂલી ગયા છે. માત્રને માત્ર ગાળોની રાજનીતિ ચાલી રહી છે. ખ્યાલ નહીં આ રાજનીતિથી ગુજરાતમાં કોનું ભલું થશે?
Advertisement
Advertisement
ગુજરાતની પ્રથમ તબક્કાનું મતદાન ખત્મ થવા આવ્યું પરંતુ બીજેપી કે પીએમ મોદી દ્વારા ગુજરાતના લોકોના જીવનને સરળ બનાવવાની કોઈ જ વાત કરી નથી. મોંઘવારી-બેરોજગારી ખુબ જ ખતરનાક રીતે આગળ વધી રહી છે, પરંતુ તેને નાથવા અંગેનો કોઈ જ પ્લાન તેમને જનતા સામે રજૂ કર્યો નથી. વર્ષોથી આપવામાં આવતા વાયદાઓને એક વખત ફરીથી દોહરાવી દેવામાં આવ્યા છે. લોકોને કહી દીધું કે, દસ લાખ નોકરી આપીશું. પહેલા પણ કહ્યું હતુ કે, બે કરોડ નોકરી આપીશું.. માત્ર ત્રણ શબ્દ બોલીને છૂટા… આપીશું…
ગુજરાતમાં આવીને પીએમ મોદી અને તેમની આખી જમાત માત્રને માત્ર ગાળોની રાજનીતિ કરી રહી છે. બીજેપીના નેતાઓ કહે છે કે, પીએમ મોદીને રાવણ કહીને તેમનું અપમાન કર્યું, કોંગ્રેસની ખરાબ માનસિકતા છતી થાય છે, વગેરે-વગેરે જેવી વાતોનો પ્રચાર ખુબ જ મોટા પ્રમાણમાં કરવામાં આવી રહ્યો છે. તે ઉપરાંત મોદી વિરૂદ્ધ વિપક્ષ દ્વારા ભૂતકાળમાં એટલે કે દસ વર્ષ પહેલા કરવામાં આવેલા હુમલાઓને પણ યાદ કરવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસ-કોંગ્રેસ કરવામાં આવી રહ્યું છે પરંતુ લોકોને પણ યાદ રાખવું પડશે કે, પાછલા 27 વર્ષથી કોંગ્રેસ ક્યાંય છે જ નહીં… આ તો કોંગ્રેસને હરાવવાની વાત નથી લોકોને મૂર્ખ બનાવવાની વાત થઇ રહી છે.
તમારી જાણકારી ખાતર કહી દઈએ કે, કોંગ્રેસે ક્યારેય પીએમ મોદીને રાવણ કહ્યાં નહતા. વિપક્ષ છે, ચૂંટણી જીતવા માટે હુમલાઓ કરે તે સ્વભાવિક છે. કોંગ્રેસના નવા અધ્યક્ષ ખરડેએ મોદીને કહ્યું કે, દરેક ચૂંટણીમાં તમારા ચહેરાને આગળ ધરવામાં આવી રહ્યો છે, તમારા કેટલા ચહેરા છે. શું રાવણની જેમ તમારા 100 ચહેરા છે? હવે આ નિવેદનને લઈને બીજેપી ચૂંટણી જીતવા માટે નિકળી પડી છે અને લોકોને ઉંધે રસ્તે ચઢાવી રહી છે. ખોટે-ખોટું પ્રચાર કરે છે કે પીએમ મોદીને રાવણ કહ્યાં… કોંગ્રેસવાળા બોલ્યા નથી, તેટલી વખત તો બીજેપીના જ નેતા બોલી ચૂક્યા છે કે, પીએમ મોદીને રાવણ કહ્યાં.
જૂઠ બોલો જોરથી બોલો તે કહેવતને ચરિતાર્થ કરવામાં આવી રહી છે. સામાન્ય લોકો ચૂંટણીના મુદ્દામાંથી ગાયબ છે. સામાન્ય માણસની રોટી પણ ચૂંટણી મુદ્દો બની શકી નથી. તેથી આગામી દિવસોમાં સામાન્ય માણસની થાળીમાંથી રોટી પણ ગાયબ થઇ જશે તેની શક્યતાઓ પૂર્ણ રીતે દેખાઇ રહી છે. દેશમાં રહેલા મધ્યમ વર્ગને નજર અંદાજ કરી દેવામાં આવ્યો છે. મધ્યમ વર્ગ પ્રતિદિવસ ગરીબી તરફ ધકેલાઇ રહ્યો છે પરંતુ તેના તરફ સત્તાધીશો કોઇ જ ધ્યાન આપી રહ્યાં નથી. તેથી આગામી દિવસોમાં મધ્યમ વર્ગના લોકો ગરીબી રેખા નીચે જતાં રહેશે તેમાં પણ શંકાને કોઈ જ સ્થાન નથી.
સત્ય વાત તે છે કે, બીજેપી પાસે બોલવા માટે કે વચનો આપવા માટે કંઇ જ બચ્યું નથી. તેથી તેઓ વારંવાર પોતાના અહ્મને આગળ ધરતા કહી રહ્યાં છે કે, લોકો મને ગાળો આપી રહ્યાં છે. તેઓ અત્યાર તેમને આપેલી એક-એક ગાળ યાદ કરી રહ્યાં છે અને લોકોને તેની માહિતી આપી રહ્યાં છે કે, લોકોએ મને ક્યારે કયા અપશબ્દો બોલ્યા હતા. કેમ? આ ચૂંટણીમાં પીએમ મોદીના ચહેરાને આગળ ધકેલવામાં આવી રહ્યો છે, કારણ કે તે ચહેરાના ઘણી મોટી સંખ્યામાં ભક્તો ગુજરાતમાં રહી રહ્યાં છે.
આ ચૂંટણીમાંથી ગુજરાતની સમસ્યાઓનો મુદ્દો ગાયબ છે. તો પાછલા 27 વર્ષથી અનેક સમસ્યાઓનો જન્મ પણ થયો છે, તેવામાં આગામી દિવસોમાં ગુજરાતની શું સ્થિતિ હશે તે તો ચૂંટણીના પરિણામ પછી જ ખ્યાલ આવશે.
કેમ કે, બીજેપી પાસે તો ગુજરાતની બેરોજગારી અને મોંઘવારીને નાંથવાનો કોઈ જ પ્લાન નથી. તેથી તો ગાળો પર રાજનીતિ કરવામાં આવી રહી છે. જો તેમના પાસે મોંઘવારી અને બેરોજગારી સહિતની સમસ્યાઓને નાથવાનો ફોર્મૂલા હોત તો તેઓ શું કરવા વ્યર્થ મુદ્દાઓનો સહારો લેત, તેઓ સીધા જ વચનો આપતા કે આગામી દિવસોમાં ગુજરાતમાં એક પણ યુવા બેરોજગાર રહેશે નહીં.
જોકે, દુ:ખદ વાત તે છે કે, ગુજરાતનું ભવિષ્ય ઉજ્જવળ દેખાઇ રહ્યું નથી. કેમ કે સત્તાધારી પાર્ટી સહિત રાજકીય પક્ષો વ્યર્થ વાતો કરી રહ્યાં છે. યુવા પેઢીને પોતાના ભવિષ્ય માટે પોતાને જ વિચારવું પડશે અને અથાગ મહેનત કરવી પડશે. પોતાનો ભવિષ્ય બનાવવા માટે સ્ટેજ પણ તેને પોતાને જ સેટ કરવો પડશે. જો તે આપણા રાજનેતાઓ પર આશા રાખશે તો માત્રને માત્ર એક હિંસક ટોળાનો ભાગ બનીને રહી જશે.
Advertisement