નવી દિલ્હી: દેશના મોટાભાગના રાજ્યમાં ઠંડીની વાપસી થઇ રહી છે. કેટલાક રાજ્ય એવા છે જ્યા ગરમી પડવા લાગી છે. ગુજરાતના દરિયા કિનારાના વિસ્તાર, મહારાષ્ટ્ર અને ગોવામાં તાપમાન 37થી 39 ડિગ્રી વચ્ચે નોંધાયુ છે. હવામાન વિભાગ અનુસાર આગામી ત્રણ દિવસમાં તાપમાન વધતો જોવા મળશે. ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક રાજ્યમાં ન્યૂનતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી વધતી જોઇ શકાય છે.
Advertisement
Advertisement
ગુજરાત-મુંબઇ અને ગોવામાં શું સ્થિતિ છે
અમદાવાદની વાત કરીએ તો અહી ન્યૂનતમ તાપમાન 17 ડિગ્રી અને વધુ તાપમાન 39 ડિગ્રી રહેશે. મુંબઇમાં ન્યૂનતમ તાપમાન 20 અને વધુ તાપમાન 38 ડિગ્રી રહી શકે છે. ગોવાની વાત કરીએ તો પણજીમાં ન્યૂનતમ તાપમાન 21 અને વધુ તાપમાન 33 ડિગ્રી રહી શકે છે.
હિમાલયના વિસ્તારની વાત કરીએ તો લદ્દાખ, જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં સામાન્ય વરસાદ અને હિમવર્ષા થવાની શક્યતા છે. ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના મોટાભાગમાં દિવસ અને રાતનું તાપમાન સામાન્યથી ઉપર રહી શકે છે.
દિલ્હીમાં કેવુ રહેશે હવામાન
દેશના પાટનગર દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ ન્યૂનતમ તાપમાન 13 અને વધુ તાપમાન 30 ડિગ્રી દર્જ કરવામાં આવી શકે છે. સામાન્ય ધુમ્મસ પણ દિલ્હીમાં જોવા મળશે. હવામાન વિભાગની પૂર્વ અનુમાન લગાવતી એજન્સી સ્કાઇમેટની વાત કરીએ તો ફેબ્રુઆરીમાં એક દિવસ પણ વરસાદ પડ્યો નથી પરંતુ 19 અને 20 ફેબ્રુઆરીએ દિલ્હીમાં વાદળ છવાયેલા રહી શકે છે.
Advertisement