નવી દિલ્હી: પ્રયાગરાજના જાણીતા રાજૂ પાલ હત્યાકાંડના મુખ્ય સાક્ષી ઉમેશ પાલ અને તેના સુરક્ષાકર્મી સંદીપ નિષાદની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ધૂમનગંજ પોલીસ સ્ટેશમાં ઉમેશ પાલના ઘરની બહાર અજાણ્યા શખ્સોએ બોમ્બ અને ગોળીથી તેમની પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઉમેશ પાલ સિવાય તેમના બે સુરક્ષાકર્મી ઘાયલ થયા હતા. રાજૂ પાલ બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્ય હતા અને 2005માં તેમની હત્યા કરવામાં આવી હતી. ઉમેશ પાલ આ હત્યાકાંડના મુખ્ય સાક્ષી હતા. રાજૂ પાલની હત્યામાં મુખ્ય આરોપી માફિયા અતીક અહેમદ છે જે ગુજરાતની એક જેલમાં છે.
Advertisement
Advertisement
પ્રયાગરાજની ઘટનાને લઇને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યુ, ઉત્તર પ્રદેશમાં આ રીતે ગોળી ચાલવી, બોમ્બ ચાલવા અને ગેન્ગવોર, આ સરકાર પુરી રીતે નિષ્ફળ ગઇ છે. આ રામરાજ્ય છે જ્યા ખુલ્લેઆમ બંદૂકો ચાલી રહી છે? પોલીસ પણ નિષ્ફળ ગઇ છે અને તેની જવાબદાર ભાજપ છે.
અખિલેશ યાદવને જવાબ આપતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ કે માફિયાઓને માટીમાં ભેળવી દઇશ. સીએમ યોગીએ કહ્યુ કે સમાજવાદી પાર્ટીના સહયોગથી અતીક અહેમદ સાંસદ બન્યો હતો.
ઉમેશ પાલ હત્યાકાંડ સાથે જોડાયેલા એક અન્ય સમાચાર સામે આવ્યા છે. સૂત્રો અનુસાર પોલીસે અતીક અહેમદના પત્ની શાઇસ્તા પરવીનની પણ પૂછપરછ કરી છે. અતીકના બે પુત્ર સહિત એક ડઝનથી વધુ લોકોની પૂછપરછ ચાલુ છે. સાથે જ અતીક અહેમદ ગેન્ગના કેટલાક શૂટરો પર પોલીસની નજર છે. આ ઘટનામાં પૂર્વાચલના શૂટર્સ સામેલ હોવાની આશંકા છે. સીસીટીવી ફૂટેજમાં દેખાઇ રહેલા શૂટર્સમાં એક શૂટરની શકલ લોકલ શૂટર સાથે મળી રહી છે.
પોલીસે શું કહ્યું?
પ્રયાગરાજ પોલીસ કમિશનર રમિત શર્માએ પત્રકારોને જણાવ્યુ કે સૂચના મળી હતી કે એક કેસમાં હિમાયત કરી રહેલા ઉમેશ પાલ પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમના મતે, સરકાર દ્વારા બે સુરક્ષા કર્મચારીઓ આપવામાં આવ્યા હતા અને તેઓ પણ આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. શર્માએ જણાવ્યું હતું કે નહેરુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ઉમેશ પાલનું મોત નીપજ્યું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ઉમેશ પાલના સિક્યુરિટી ગાર્ડ, સંદીપ નિશાદનું મોડી રાત્રે સારવાર દરમિયાન પણ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય સુરક્ષા કર્મચારી રાઘવેન્દ્રસિંહની સારવાર ચાલી રહી છે.
ઉમેશ પાલ પર બોમ્બ ફેકવામાં આવ્યો અને ફાયરિંગ કરાયુ
પોલીસ કમિશનરે કહ્યુ કે આ ઘટના ઉમેશ પાલના ઘરની બહાર થઇ છે, તેમનું કહેવુ છે કે પ્રાથમિક સૂચના અનુસાર ઉમેશ પાલ પર બે બોમ્બ ફેકવામાં આવ્યા હતા અને એક હથિયારથી ગોળી ચલાવવામાં આવી હતી. આ ઘટનાની તપાસ માટે આઠથી દસ ટીમ લગાવવામાં આવી છે અને આ ટીમ અલગ અલગ જગ્યાએ ગઇ છે, તેમણે કહ્યુ કે સીસીટીવી ફૂટેજના આધાર પર તપાસ કરવામાં ાવી રહી છે કે કેટલા હુમલાખોર હતા.
શું છે રાજૂપાલ હત્યાકાંડ ઘટના?
25 જાન્યુઆરી 2005માં ઇલાહાબાદ પશ્ચિમી બેઠકના તત્કાલીન બસપા ધારાસભ્ય રાજૂ પાલની ધોળે દહાડે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં દેવી પાલ તથા સંદીપ યાદવ નામના બે અન્ય લોકો પણ માર્યા ગયા હતા જ્યારે બે અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. રાજૂ પાલના પત્ની પૂજાએ પ્રયાગરાજ જિલ્લાના ધૂમનગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. શરૂઆતમાં આ ઘટનાની તપાસ સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે કરી હતી. બાદમાં 22 જાન્યુઆરી, 2016માં સુપ્રીમ કોર્ટે આ ઘટનાની તપાસ CBIને સોપી દીધી હતી. સીબીઆઇએ આ ઘટનાની તપાસ પછી 20 ઓગસ્ટ, 2019માં અતીક અને અન્ય લોકો વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.
Advertisement