ભારત અને એશિયાના પહેલા મહિલા લોકો પાયલોટ સુરેખા યાદવ સેમી-હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ ચલાવનારા પ્રથમ મહિલા પાયલોટ પણ બની ગયા છે.
Advertisement
Advertisement
મધ્ય રેલ્વેએ જણાવ્યું કે સુરેખા યાદવે સોમવારે મહારાષ્ટ્રના સોલાપુરથી છત્રપતિ શિવાજી મુંબઈ ટર્મિનસ (CSMT)વચ્ચે વંદે ભારત ટ્રેન દોડાવી હતી. તે દરમિયાન ટ્રેન સોલાપુરથી 450 કિ.મી.ની સફર પૂરી કરીને તેના નિર્ધારિત સમયે CSMT પહોંચી ગઈ હતી.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તેને ટ્વિટ કરીને નારી શક્તિનું ઉદાહરણ ગણાવ્યું હતું.
સુરેખા 1988માં પ્રથમ મહિલા લોકો પાયલોટ બન્યા હતા.
પશ્ચિમી મહારાષ્ટ્રના સતારામાં રહેતા સુરેખા યાદવ વર્ષ 1988માં એશિયાના પ્રથમ મહિલા લોકો પાયલોટ બન્યા હતા. તેમણે તેમની પ્રતિભાને લીધે રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરે ઘણાં પુરસ્કાર જીત્યા છે.
ઉલ્લેખનીય છે કે મધ્ય રેલવેએ CSMTથી સોલાપરુ અનેCSMTથી સાંઈનગર શિરડી રુટ પર બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરી છે. આ ટ્રેનોને 10 ફેબ્રુઆરી, 2023ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી દર્શાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. વંદે ભારત દેશની પહેલી સેમી-સ્પીડ ટ્રેન છે.
Advertisement