નવી દિલ્હી: ગુજરાત, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત દેશના કેટલાક ભાજપ શાસિત રાજ્યોએ યૂનિફૉર્મ સિવિલ કોડ લાગુ કરવાનો પ્રયાસ ઝડપી બનાવ્યો છે. આ વચ્ચે સુપ્રીમ કોર્ટ તરફથી સોમવારે આપવામાં આવેલો નિર્ણય તેમનો ઉત્સાહ વધારી શકે છે. ઉત્તરાખંડ સરકાર તરફથી રાજ્યમાં યૂનિફૉર્મ સિવિલ કોડ લાગુ કરવાની શક્યતાને લઇને રચાયેલી પેનલ વિરૂદ્ધ દાખલ અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આટલુ જ નહી કોર્ટે સ્પષ્ટ કહ્યુ કે રાજ્ય સરકારે પેનલની જે રચના કરી છે, તે તેમના બંધારણીય અધિકાર વિસ્તાર હેઠળ આવે છે, તેમણે આ પેનલની રચના કરીને પોતાના અધિકારોની સીમા લાંઘી નથી.
Advertisement
Advertisement
કોર્ટના આ નિર્ણયથી ઉત્તરાખંડમાં યૂનિફૉર્મ સિવિલ કોડ લાગુ કર્યા પહેલા રચાયેલી પેનલના કામકાજનો રસ્તો સ્પષ્ટ થઇ ગયો છે. રાજ્ય સરકારનું કહેવુ છે કે લગ્ન, છુટાછેડા, ખોળે લેવાનો અધિકાર અને ભાગલા સબંધિત કેસમાં તમામ માટે એક સમાન કાયદો હોવો જોઇએ. આ કેવી રીતે લાગુ થઇ શકે છે અને આ કેટલુ જરૂરી છે, તેની તપાસ કરવા માટે પેનલની રચના કરવામાં આવી છે, જેના વિરૂદ્ધ દાખલ અરજી પર સુનાવણી કરતા સોમવારે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની કોર્ટે કહ્યુ કે દાખલ અરજી મેરિટ પર યોગ્ય નથી ઉતરતી. ચીફ જસ્ટિસે કહ્યુ, બંધારણના આર્ટિકલ 162 હેઠળ રાજ્ય સરકારોને અધિકાર છે કે તે પોતાના સ્તર પર કાયદો બનાવી શકે.
આ સાથે જ કોર્ટે સમવર્તી યાદીના 5માં બિંદુનો ઉલ્લેખ કર્યો હતો જેની હેઠળ રાજ્યોને અધિકાર છે કે તે લગ્ન, છુટાછેડા, વસીયત, સંતાન ખોળે લેવા, ભાગલા વગેરે પર અલગથી કાયદો બનાવી શકે છે. કોર્ટે કહ્યુ કે જો કેન્દ્ર સરકાર આ કેસમાં કોઇ કાયદો લાગુ કરે છે તો પછી રાજ્ય સરકારો તરફથી બનાવવામાં આવેલા નિયમ તેના પૂરક તરીકે જ હશે. મહત્વપૂર્ણ છે કે ઉત્તરાખંડની પુષ્કર સિંહ ધામી સરકારે આ વર્ષ 27 મેએ સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ રંજના પી.દેસાઇની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરી છે. 5 સભ્યોની આ પેનલને યૂનિફૉર્મ સિવિલ કોડ લાગુ કરવાની સંભાવના અને પ્રક્રિયા પર વિચાર કરવાની જવાબદારી સોપવામાં આવી છે.
ગુજરાત અને કર્ણાટકમાં પણ ભાજપ રમી શકે છે દાંવ
આ પેનલની ભલામણના આધાર પર જ નિર્ણય લેવામાં આવશે. આટલુ જ નહી ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે યૂસીસી લાગુ કરવાની જાહેરાત કરી હતી. હવે ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક જીત મળી છે. એવામાં માનવામાં આવે છે કે રાજ્ય સરકાર તરફથી ઉત્તરાખંડની જેમ પેનલની રચના કરવામાં આવી શકે છે. આ સિવાય કર્ણાટકમાં પણ ચૂંટણી પહેલા ભાજપ આ દાંવ રમી શકે છે. આ કારણ છે કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય તેમના માટે યૂનિફૉર્મ સિવિલ કોડ તરફ વધવાનો રસ્તો આસાન કરી શકે છે.
Advertisement