નવી દિલ્હી: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મહિલા પર પેશાબ કરનાર આરોપી શંકર મિશ્રાની પોલીસે ધરપકડ કરી છે, તેને દિલ્હી લાવવામાં આવ્યો છે. આરોપી લાંબા સમયથી ફરાર હતો. પોલીસે તેના વિરૂદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી. 26 નવેમ્બરે એર ઇન્ડિયાની ફ્લાઇટ ન્યૂયૉર્કથી દિલ્હી આવી રહી હતી ત્યારે વિમાનના બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહેલા નશામાં ધૂત શંકર મિશ્રાએ 70 વર્ષીય વૃદ્ધ મહિલા પર પેશાબ કર્યો હતો. પોલીસે આરોપી વિરૂદ્ધ આઇપીસીની કલમ 354,294, 509, 510 હેઠળ કેસ દાખલ કર્યો છે.
Advertisement
Advertisement
શંકર મિશ્રાની લાસ્ટ લોકેશન બેંગલુરૂ હતી, તેના આધાર પર તેની તપાસ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસના સુત્રોનું કહેવુ છે કે 3 જાન્યુઆરીએ શંકર મિશ્રા (35)નો મોબાઇલ ફોન બેંગલુરૂમાં એક્ટિવ હતો પરંતુ તે બાદ તેનો ફોન સ્વિચ ઓફ છે. બેંગલુરૂ પહેલા દિલ્હી પોલીસે કેટલીક ટીમ મુંબઇ મોકલી હતી પરંતુ ત્યા તેની ખબર પડી શકી નહતી.
વિવાદ વધતા આરોપી શંકર મિશ્રાને તેની કંપની વેલ્સ ફાર્ગો (Wells Fargo)એ ટર્મિનેટ કરી દીધો છે. કંપનીએ નિવેદન જાહેર કરતા કહ્યુ કે વેલ્સ કાર્ગો પોતાના કર્મચારીઓને પ્રોફેશનલ અને ખાનગી રીતે યોગ્ય વ્યવહારની આશા કરે છે. અમને આ આરોપ પરેશાન કરનારા લાગ્યા. આ વ્યક્તિને વેલ્સ ફાર્ગોમાંથી ટર્મિનેટ કરી દેવામાં આવ્યો છે. અમે આ ઘટનામાં તપાસમાં પુરો સહયોગ કરી રહ્યા છીએ. શંકર મિશ્રા Wells Fargo કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટ હતા. આ કંપની અમેરિકાની એક મલ્ટીનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસેજ કૉર્પોરેશન સાથે જોડાયેલી છે.
Advertisement