ઈઝરાયેલના ઉત્તરીય વિસ્તારમાંથી સાતમી સદીના 44 સોનાના સિક્કા મળી આવ્યા છે. પુરાતત્વવિદોનું કહેવું છે કે આ સિક્કા શુદ્ધ સોનાના છે અને સંરક્ષિત વિસ્તારમાંથી મળી આવ્યા છે.
Advertisement
Advertisement
આ સિક્કાઓનું વજન 170 ગ્રામ છે. આ સિક્કાઓ બનિયાસ નદીના કિનારે સ્થિત સંરક્ષિત વિસ્તાર હાર્મન સ્ટ્રીમમાં મળી આવ્યા છે. પુરાતત્વવિદોનો અંદાજ છે કે જ્યારે મુસ્લિમ આક્રમણકારોએ 635 એડી આસપાસના વિસ્તાર પર હુમલો કર્યો ત્યારે તેમને છુપાવવામાં આવ્યા હતા.
તે કહે છે કે આ શોધ બાયઝેન્ટાઇન સામ્રાજ્યના છેલ્લા દિવસો પર પ્રકાશ ફેંકે છે. બાયઝેન્ટાઇન સામ્રાજ્યને પૂર્વીય રોમન સામ્રાજ્ય પણ કહેવામાં આવતું હતું અને કુસ્તુંતુનિયા તેની રાજધાની હતી. આ સામ્રાજ્યનું અસ્તિત્વ એક હજાર વર્ષથી વધુ સમય સુધી ચાલ્યું.
ખોદકામની કામગીરીના નિર્દેશક જોઆવ લેરેરે જણાવ્યું હતું કે, “અમે અનુમાન લગાવી શકીએ છીએ કે સિક્કાના માલિકે યુદ્ધના ડરથી પોતાની સંપત્તિ આ રીતે છુપાવી હશે. તેને આશા હશે કે એક દિવસ તે અહીં પાછો આવશે અને તેના પૈસા પાછા લઇ શકશે.” પરંતુ આપણે સમજી શકીએ છીએ કે તેના નસીબે તેનો સાથ આપ્યો હશે નહીં.
યોવ લેરરે કહ્યું કે આ શોધ બાયઝેન્ટાઇન સામ્રાજ્યના છેલ્લા 40 વર્ષોમાં બાનિયાસ શહેરની અર્થવ્યવસ્થાનો ખ્યાલ આપી શકે છે.
Advertisement