નવી દિલ્હી: વરિષ્ઠ વકીલ આર. વેંકટરામણીને બુધવારે ત્રણ વર્ષના સમયગાળા માટે દેશના નવા એટર્ની જનરલ (AG) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે.
Advertisement
Advertisement
સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં આ જાણકારી આપવામાં આવી છે.
તેઓ કેકે વેણુગોપાલનું સ્થાન લેશે જેમનો કાર્યકાળ 30 સપ્ટેમ્બરે પૂરો થઈ રહ્યો છે. 91 વર્ષીય વેણુગોપાલને જુલાઈ 2017માં આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમને 29 જૂને દેશના ટોચના કાયદા અધિકારી તરીકે ત્રણ મહિના માટે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા હતા.
વેણુગોપાલે તેમની વૃદ્ધાવસ્થાના કારણે બંધારણીય પદ પર ચાલુ રાહેવાની અનિચ્છા વ્યક્ત કરી હતી.
અન્ય વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ એટર્ની જનરલ બનવાની ઓફર ઠુકરાવી દીધી હતી. રોહતગી જૂન 2014 થી જૂન 2017 સુધીની પ્રથમ નરેન્દ્ર મોદી સરકારમાં એટર્ની જનરલ હતા.
माननीय राष्ट्रपति, श्री आर. वेंकटरमणी, वरिष्ठ अधिवक्ता को दिनांक 1 अक्टूबर, 2022 से भारत के महान्यायवादी के पद पर नियुक्त करती हैं।
Honorable President is pleased to appoint Shri R. Venkataramani, Senior Advocate as Attorney General for India w.e.f. 1st October 2022. pic.twitter.com/MnChp8TRGv
— Office of Kiren Rijiju (@RijijuOffice) September 28, 2022
વેણુગોપાલે રોહતગીનું સ્થાન લીધું હતું.
ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, વેંકટરામણી જુલાઈ 1977માં વકીલ તરીકે તમિલનાડુ બાર કાઉન્સિલના સભ્ય બન્યા અને 1979માં સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી. તેમને 1997માં સિનિયર એડવોકેટનું બિરુદ મળ્યું હતું.
તેમને 2010 માં લો કમિશનના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને 2013 માં બીજી મુદત માટે તેમની નિમણૂક કરવામાં આવી હતી.
વેંકટરામણીએ બંધારણીય, પરોક્ષ કર, માનવ અધિકાર, નાગરિક અને ફોજદારી, ગ્રાહક અને સેવા કાયદો સહિત કાયદાની વિવિધ શાખાઓમાં પ્રેક્ટિસ કરી છે.
તેમણે મુખ્ય બાબતોમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ સમક્ષ કેન્દ્ર સરકાર, વિવિધ રાજ્ય સરકારો, યુનિવર્સિટીઓ અને જાહેર ક્ષેત્રના ઉપક્રમોનું પ્રતિનિધિત્વ કર્યું છે.
Advertisement