મૉસ્કો: રશિયાની એક સ્કૂલમાં ગોળીબારમાં 9 લોકોના મોત થયા છે અને 20થી વધારે લોકો ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યુ છે કે મૃતકોમાં પાંચ બાળક સામેલ છે. એજેવસ્ક શહેરમાં ગોળીબાર બાદ દહેશતનો માહોલ છે. ગવર્નર અને સ્થાનિક પોલીસનું કહેવુ છે કે ગોળી ચલાવનારાએ ખુદને ગોળી મારી દીધી છે. સ્કૂલને તુરંત ખાલી કરાવી દેવામાં આવી છે અને ઘાયલોને હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે.
Advertisement
Advertisement
અહીના ગવર્નર એલેકજેન્ડર બ્રેશાલોવે કહ્યુ છે કે સ્કૂલમાં પોલીસની ટીમ હાજર છે. ગત વર્ષે પણ પૂર્વી મૉસ્કોમાં આવી જ ઘટના બની હતી. અહી 19 વર્ષના એક વ્યક્તિએ ફાયરિંગ કર્યુ હતુ જેમાં 9 લોકોના મોત થયા હતા. મૃતકમાં 7 બાળક સામેલ હતા. ગૃહ મંત્રાલય અનુસાર એક શિક્ષક સહિત કેટલાક બાળકોના પણ મોત થયા છે. જોકે, મૃતક બાળકોની ઉંમરની ખબર પડી શકી નથી. પોલીસ અનુસાર જ્યારે હુમલો થયો, તે સમયે સ્કૂલમાં કોઇ ગાર્ડ નહતો. આ રીતના ગોળીબારમાં અમેરિકામાં અવાર નવાર સામે આવતા રહે છે. બંદૂક રાખવાના નિયમમાં છૂટને કારણે કેટલીક વખત લોકોએ જીવ આપીને તેમની કિંમત ચુકવવી પડે છે.
એજન્સીઓનું કહેવુ છે કે આ હિંસાને કારણે ઘરેલુ સંઘર્ષ બની શકે છે. મહત્વપૂર્ણ છે કે રશિયામાં આ દિવસે સત્તા વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યુ છે. યૂક્રેન યુદ્ધ વચ્ચે જ્યારથી પુતિને એકત્રીકરણની જાહેરાત કરી છે, ત્યારથી મોટી સંખ્યામાં નાગરિકો દેશ છોડી રહ્યા છે. રશિયામાં પણ દેખાવો થઈ રહ્યા છે. લોકો કહે છે કે પુતિન તેમને બિનજરૂરી યુદ્ધમાં ધકેલી દેવા માંગે છે.
Advertisement