ડોલર સામે રૂપિયામાં રેકોર્ડ ઘટાડો થયા બાદ વિપક્ષ સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યું છે. પીએમ મોદીના જૂના ભાષણ દ્વારા જ તેમના પર તંજ મારવામાં આવી રહ્યો છે, જ્યારે મોદી સરકારનું કહેવું છે કે રૂપિયાનું અવમૂલ્યન નથી થઈ રહ્યું, પરંતુ ડૉલર મજબૂત થઈ રહ્યો છે અને અન્ય દેશોની કરન્સી સામે રૂપિયો સારી સ્થિતિમાં છે. નાણામંત્રીએ કહ્યું કે આરબીઆઈ રૂપિયાને નીચે જતા રોકવા માટે તમામ પ્રયાસ કરી રહી છે.
Advertisement
Advertisement
રૂપિયાના ઘટાડાને લઈને નાણામંત્રી બોલ્યા
નિર્મલા સીતારમણ અમેરિકાની સત્તાવાર મુલાકાતે છે. વોશિંગ્ટન ડીસીમાં પ્રેસ કોન્ફરન્સના પત્રકારે જ્યારે તેમને રૂપિયાના ઘટાડા વિશે પૂછ્યું ત્યારે નાણામંત્રીએ કહ્યું, “હું તેને એ રીતે જોઇ રહી નથી કે રૂપિયો નબળો થઇ રહ્યો છે, પરંતુ હું તેને તે નજરે જોઇ રહી છું કે ડોલર મજબૂત થઈ રહ્યો છે.” તેથી તે ચલણ જે મજબૂત થઈ રહ્યું છે તેની સરખામણીમાં અન્ય કરન્સી નબળી પડી રહી છે.
નાણામંત્રીના નિવેદન પર લોકોની પ્રતિક્રિયા
નાણામંત્રીના આ નિવેદન સામે આવ્યા બાદ લોકો સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. પ્રભાકર મિશ્રાએ લખ્યું કે પછી તે સારું છે! અમે ડોલરને મજબૂત થતા કેવી રીતે રોકી શકીએ? રોહિણી સિંહે લખ્યું કે ‘ઠંડી નથી વધી રહી, અમારી સહનશક્તિ ઘટી રહી છે’ની જોરદાર સફળતા પછી! કુલદીપ કાદ્યાને લખ્યું કે આપણા બધાની નજરમાં ફરક છે, રૂપિયો નબળો નથી થયો, પણ ડૉલર થોડો મજબૂત થઈ ગયો છે, શું કરવું, શિયાળામાં પોતાના રૂપિયાને થોડું ઘી ખવડાવો જેથી તે મજબૂત બને.
AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ લખ્યું કે અમારી અર્થવ્યવસ્થા નબળી નથી પરંતુ તમારી મજબૂત છે. કોંગ્રેસ પ્રવક્તા અખિલેશ પ્રતાપ સિંહે લખ્યું કે તર્ક સાંભળો, સરકાર નિષ્ફળ નથી થઈ રહી, એ જોવું જોઈએ કે દેશની અર્થવ્યવસ્થાને સંભાળવી મોદી સરકારની શક્તિમાં નથી. AAP ધારાસભ્ય નરેશ બાલિયાને લખ્યું કે આમાં પણ મોદીજી છે. કેવા-કેવા લોકો આ દેશ પર રાજ કરી રહ્યાં છે.
રિટાયર્ડ આઈએએસ સૂર્ય પ્રતાપ સિંહે નિર્મલા સીતારમણે પહેલાના નિવેદનો યાદ કરાવ્યા હતા. તેમને લખ્યું છે, ડૂંગળી મોંઘી છે તો ખાવાનું બંધ કરી દો, નોકરી નથી તો લોન લઇ લો, રૂપિયો નબળો થઇ રહ્યો નથી ડોલર મજબૂત થઇ રહ્યો છે. આવા નિવેદન આપવાથી પહેલા ભારતની નાણામંત્રી નિર્મલા સીતારણ જી પોતાની પાર્ટી દ્વારા 2014 પહેલા આપેલા નિવેદન જરૂર સાંભળો.
આમ આદમી પાર્ટી નેતા સંજય સિંહે નિર્મલાના જવાબ પર તંજ કરતાં ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારતની સ્થિતિના એક ગ્રાફિકને ટ્વિટ કરતાં લખ્યું છે કે, આપણા દેશમાં ભૂખમરો વધ્યો નથી, વ્રત રાખનારાઓની સંખ્યા વધી ગઈ છે.
જણાવી દઈએ કે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે દરમિયાન યૂપીએ સરકાર દરમિયાન ડોલરની સરખામણીમાં રૂપિયો નબળો પડતા તેમને આકરા પ્રહારો કર્યા હતા. 2013માં મોદીએ કહ્યું હતુ કે ડોલરની સરખામણીમાં રૂપિયો ખુબ જ ઝડપી નીચે આવી રહ્યો છે અને કોઈ દિશા નક્કી કરવાવાળું નથી. તેમને કહ્યું હતુ કે, રૂપિયાનું સ્તર એક વખત 60 સુધી પહોંચી ગયું અને સરકારે કોઈ જ પગલા ભર્યા નથી. મોદીએ તે વખતે તંજ કસતા કહ્યું હતુ કે યૂપીએ અને રૂપિયામાં નીચે પડવાની હોડ લાગી છે.
Advertisement