મુંબઇ: બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીની રોકા સેરેમની યોજાઇ હતી. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ જલ્દી લગ્ન કરવાના છે. રોકા સેરેમની રાજસ્થાનના શ્રીનાથજી મંદિરમાં યોજાઇ હતી.
Advertisement
Advertisement
અનંત અને રાધિકાના જલ્દી થશે લગ્ન
અનંત અને રાધિકાના લગ્ન ક્યારે થશે તેની જાણકારી હજુ સામે આવી નથી. અનંત અને રાધિકા વર્ષોથી એક બીજાને ઓળખે છે. રાધિકાને અંબાણીના પરિવારના દરેક ફંક્શનમાં જોવામાં આવે છે.
કોણ છે રાધિકા મર્ચન્ટ?
રાધિકા, વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની દીકરી છે. વિરેન એનકોર હેલ્થકેયરના CEO છે. રાધિકાના પિતા વિરેનની ભારતના અમીર વ્યક્તિમાં ગણના થાય છે. રાધિકાએ પોતાનો સ્કૂલનો અભ્યાસ મુંબઇમાં કર્યો છે, તે બાદ તે સ્ટડી માટે ન્યૂયૉર્ક ગઇ હતી. ત્યા તેને પૉલિટિક્સ અને ઇકૉનોમિક્સનો અભ્યાસ કર્યો છે. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ 2017માં તેને ઇસપ્રાવા ટીમને એક સેલ્સ એક્ઝીક્યૂટીવ તરીકે જોઇન કર્યુ હતુ, તેને રીડિંગ, ટ્રેકિંગ અને સ્વીમિંગ કરવાનું પસંદ છે.
રાધિકા અને અનંતની 2018માં એક સાથે તસવીર વાયરલ થઇ હતી. તસવીરામં બન્ને મેચિંગ ગ્રીન આઉટફિટમાં જોવા મળ્યા હતા.
ક્લાસિકલ ડાન્સર પણ છે રાધિકા
રાધિકા એક ટ્રેડ ઇન્ડિયન ક્લાસિકર ડાન્સર છે. જૂન 2022માં અંબાણી પરિવારે પોતાની નાની વહુ રાધિકા મર્ચન્ટ માટે અરંગેત્રમ સેરેમની હોસ્ટ કરી હતી. જેમાં બૉલિવૂડની હસ્તીઓ પહોચી હતી. સેરેમનીમાં રાધિકાના ક્લાસિકલ ડાન્સ કરતા કેટલાક વીડિયો સામે આવ્યા હતા.
Advertisement