નવી દિલ્હી: સંસદનું બજેટ સત્ર સ્થગિત થયા બાદ અદાણી ગ્રુપ વિવાદની તપાસને લઇને કોંગ્રેસે હથિયાર મુક્યા નથી. કોંગ્રેસ મહાસચિવ પ્રભારી સંચાર જયરામ રમેશે કહ્યુ કે તેમણે ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસ અને SEBIના અધ્યક્ષ માધબી પુરી બુચને પત્ર લખી અદાણી ગ્રુપ વિરૂદ્ધ ન્યૂયૉર્ક સ્થિત હિંડનબર્ગ રિસર્ચ દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસની માંગ કરી છે.
Advertisement
Advertisement
જયરામ રમેશે પત્રમાં બે મુદ્દા ઉઠાવ્યા
જયરામ રમેશે પોતાના પત્રમાં કેન્દ્રીય બેન્કને આ મુદ્દાના બે પહેલુઓ પર વિચાર કરવાનો આગ્રહ કર્યો છે. પ્રથમ, ભારતીય બેન્કિંગ પ્રણાલીનું સાચુ અદાણી જોખમ શું છે? બીજુ, અદાણી ગ્રુપને સ્પષ્ટ અને ગર્ભિત ગેરંટી શું છે કે જો વિદેશી ભંડોળ બંધ થઇ જશે તો ભારતીય બેન્કો દ્વારા જામીન આપવામાં આવશે?
કોંગ્રેસ નેતાએ કરી આ માંગ, કેટલીક આશંકા વ્યક્ત કરી
જયરામ રમેશે લખ્યુ કે RBIએ ‘તે સુનિશ્ચિત કરવું આવશ્યક છે કે નાણાકીય સ્થિરતા માટેના જોખમોની તપાસ અને નિયંત્રણ કરવામાં આવે.’ સેબીના વડાને લખેલા પત્રમાં, જયરામ રમેશે એક એવી તપાસની માંગ કરી છે જે સંપૂર્ણ અને કોઈપણ પૂર્વગ્રહ વિનાની હોય. જયરામ રમેશના પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “આમ કરવામાં કોઈપણ નિષ્ફળતા ભારતીય કોર્પોરેટ ગવર્નન્સ અને ભારતના નાણાકીય નિયમનકારો પર ખરાબ અસર કરશે. તે વૈશ્વિક સ્તરે ભંડોળ એકત્ર કરવાની અમારી ક્ષમતાને પણ અસર કરી શકે છે.
Here are my letters to the RBI Gov & Chaiperson of SEBI expressing the hope that a full-fledged independent investigation will be carried on the numerous allegations against the PM- blessed Adani Group. pic.twitter.com/U7L8QLRb5f
— Jairam Ramesh (@Jairam_Ramesh) February 15, 2023
LIC અને SBIના અદાણી ગ્રુપમાં ભારે રોકાણ પર પૂછ્યા સવાલ
જયરામ રમેશે એવો પણ સવાલ કર્યો કે જીવન વીમા નિગમ (LIC) અને ભારતીય સ્ટેટ બેન્ક (SBI)એ અદાણી ગ્રુપની ઇક્વિટીને ભારે માત્રામાં કેમ ખરીદી છે, તેમણે લખ્યુ, “LIC પર 30 કરોડ ભારતીય પોતાના જીવનની બચત માટે વિશ્વાસ કરે છે, તેને તાજેતરના દિવસોમાં અદાણી ગ્રુપના શેરમાં હજારો કરોડ રૂપિયા ગુમાવી દીધા છે. શું આપણે આ સુનિશ્ચિત ના કરવુ જોઇએ કે આવા સાર્વજનિક ક્ષેત્રની નાણાકીય સંસ્થા પોતાના પ્રાઇવેટ ક્ષેત્રના સમકક્ષોની તુલનામાં પોતાના રોકાણમાં વધુ રૂઢિવાદી છે અને ઉપરથી દબાણ મુક્ત છે.”
અદાણી ગ્રુપે હિંડનબર્ગ રિપોર્ટને ખોટો ગણાવ્યો, વિપક્ષ કરી રહ્યુ છે તપાસની માંગ
હિંડનબર્ગ રિપોર્ટમાં અદાણી ગ્રુપ દ્વારા સ્ટૉકમાં હેરફેર અને છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે. તે બાદ અદાણી ગ્રુપની કંપનીઓના શેરની કિંમતમાં ઘટાડો આવ્યો છે. જોકે, અદાણી ગ્રુપે તમામ આરોપોનું ખંડન કર્યુ છે અને હિંડનબર્ગ પર અનૈતિક શૉર્ટ સેલર હોવાનો આરોપ પણ લગાવ્યો છે. અદાણી ગ્રુપે હિંડનબર્ગ રિપોર્ટને ખોટો ગણાવ્યો છે.
તેમ છતા દેશમાં આ રિપોર્ટ પર રાજકારણ ગરમાયેલુ છે. આ અઠવાડિયાની શરૂઆતમાં સમાપ્ત થયેલા સંસદના બજેટ સત્રના પ્રથમ તબક્કા દરમિયાન કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષી સાંસદોએ સંયુક્ત સંસદીય સમિતિ (JPC) અથવા સુપ્રીમ કોર્ટની નજરમાં અદાણી ગ્રુપ વિવાદની તપાસની માંગને લઇને બન્ને સદનની કાર્યવાહીને વારંવાર સ્થગિત કરી હતી.
Advertisement