જયપુર: રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર (Rajasthan Political Crisis) એક વખત ફરી ખતરામાં આવી ગઇ છે. સચિન પાયલોટને મુખ્યમંત્રી બનાવવાની અટકળો વચ્ચે મુખ્યમંત્રી અશોક ગહેલોત જૂથના લગભગ 90 ધારાસભ્યોએ વિધાનસભા સ્પીકરને પોતાનું રાજીનામુ સોપી દીધુ છે અને આ રાજીનામુ સ્વીકાર થતા જ રાજ્યમાં કોંગ્રેસની સરકાર પડી જશે.
Advertisement
Advertisement
કોંગ્રેસની સરકાર પર આ સંકટ અંતે કેવી રીતે આવ્યુ અને અત્યાર સુધી શું- શું થયુ, આવો તમને વિસ્તારથી જણાવીયે.
રાજસ્થાનમાં કેમ બનાવવામાં આવી રહ્યા છે નવા મુખ્યમંત્રી?
પાર્ટી હાઇકમાનના નેતૃત્વ પર અશોક ગહેલોત કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી લડવા જઇ રહ્યા છે અને તેમની આ ચૂંટણી જીતવાનું લગભગ નક્કી છે. એવામાં ઉદયપુર અધિવેશનમાં લેવામાં આવેલા એક વ્યક્તિ, એક પદના નિયમ હેઠળ તેમણે રાજસ્થાનનું મુખ્યમંત્રી પદ છોડવુ પડશે અને તેમની જગ્યાએ કોઇ નવો વ્યક્તિ આ જવાબદારી સંભાળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોંગ્રેસ હાઇકમાન સચિન પાયલોટને મુખ્યમંત્રી બનાવવા માંગે છે, જે 2020માં ગહેલોત વિરૂદ્ધ બળવો કરી ચુક્યા છે.
ગહેલોત પોતાના કોઇ વિશ્વાસુને બનાવવા માંગે છે મુખ્યમંત્રી
રિપોર્ટ્સ અનુસાર, ગહેલોત નથી ઇચ્છતા કે સચિન પાયલોટ મુખ્યમંત્રી બને અને તે પોતાના કોઇ વિશ્વાસુના હાથમાં રાજ્યની કમાન છોડીને જવા માંગે છે. જોકે, તેમણે સાર્વજનિક રીતે આ વાત ક્યારેય કરી નથી.
હાઇ કમાન અને ગહેલોતના હિતમાં આ ટકરાવ વચ્ચે કોંગ્રેસે કાલ સાંજે જયપુરમાં રાજસ્થાનના પોતાના ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. અટકળો છે કે આ બેઠકમાં ધારાસભ્યોને મુખ્યમંત્રી પદ માટે હાઇ કમાનની પસંદનું સમર્થન કરવાનો પ્રસ્તાવ પસાર કરવાનો હતો.
જોકે, આ બેઠક પહેલા જ ગહેલોત જૂથના લગભગ 90 ધારાસભ્ય શાંતિ ધારીવાલ નામના ધારાસભ્યના ઘરે ભેગા થઇ ગયા હતા અને અહીથી નક્કી પ્લાનમાં એક મોટો ટ્વિસ્ટ આવ્યો હતો. Rajasthan Political Crisis
ગહેલોત જૂથના ધારાસભ્યોની બેઠકમાં શું થયુ?
પોતાની બેઠકમાં ગહેલોત જૂથના ધારાસભ્યોએ પ્રસ્તાવ પસાર કર્યો કે રાજસ્થાનનો આગામી મુખ્યમંત્રી તે ધારાસભ્યમાંથી બનાવવામાં આવશે જે 2020માં પાયલોટના બળવાના સમયે પાર્ટી સાથે ઉભા હતા, તેમણે કહ્યુ કે પાર્ટીને તે નેતાઓનું ધ્યાન રાખવુ જોઇએ જે તેમના પ્રત્યે વફાદાર રહ્યા છે.
તે બાદ આ તમામ ધારાસભ્ય વિધાનસભા સ્પીકર સીપી જોશીના ઘરે પહોચ્યા હતા અને તેમણે પોતાનું રાજીનામુ સોપી દીધુ હતુ.
ગહેલોત જૂથના ધારાસભ્યોના બળવાને કેવી રીતે જોવામાં આવે છે
રાજીનામુ આપ્યા બાદ ગહેલોત ગ્રુપના આ દાંવને કેન્દ્રીય નેતૃત્વ પર દબાણ બનાવવાના પ્રયાસના રૂપમાં જોવામાં આવી રહ્યુ છે, જેથી તેમની માંગને માનવામાં આવે.
ગહેલોતે કહ્યુ કે તેમના હાથમાં કઇ નથી કારણ કે ધારાસભ્ય ઘણા નારાજ છે અને તે પાયલોટને મુખ્યમંત્રી પદ પર જોવા માંગતા નથી. જોકે, પોતાના જૂથ પર તેમની જેટલી પકડ છે, તેનાથી વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે આ બધુ તેમની મરજી વગર થયુ.
સંકટની બહાર નીકળવા માટે કોંગ્રેસ શું કરી રહી છે?
ધારાસભ્યોના બળવા બાદ કેન્દ્રીય સુપરવાઇઝર અજય માકન અને મલ્લિકાર્જૂન ખડગેએ ગહેલોત સાથે મુલાકાત કરી હતી. આ સિવાય પાયલોટના ગહેલોત સાથે બેઠક કરવાના પણ સમાચાર છે.
સોનિયા ગાંધીએ માકન અને ખડગેને સ્પષ્ટ મેસેજ આપ્યો છે કે દરેક ધારાસભ્ય સાથે અલગ અલગ વાત કરીને તેમણે જલ્દી આ સંકટને ખતમ કરવાનો છે. કેવો પ્રસ્તાવ પસાર કરવો છે, જેની જવાબદારી માકન અને ખડગે પર છોડવામાં આવી છે.
Rajasthan Political Crisis
Advertisement