સુરત સેશન કોર્ટ દ્વારા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીને ચાર વર્ષ જૂના નિવેદન પર દોષિત ઠેરવવામાં આવ્યા છે. જેમાં કોર્ટે તેમને 2 વર્ષની કેદની સજા અને પંદર હજારનો દંડ ફટકાર્યો છે. બીજી તરપ તેમને જામીન પણ મળી ગયા છે. પણ બે વર્ષની સજાને કારણે તેમની લોકસભાની સદસ્યતા પર મુશ્કેલીઓના વાદળો ઘેરાયા છે.
Advertisement
Advertisement
જો રાહુલ ગાંધીને આગળની ઉચ્ચ અદાલતમાંથી રાહત નહીં મળે તો કદાચ તેમણે સભ્યપદ ગુમાવાનો વારો આવી શકે તેમ છે. જોકે, 1951ના જનપ્રતિનિધિત્વ કાનૂન પ્રમાણે એવી જોગવાઈ છે કે જો સાંસદ કે ધારાસભ્યને કોઈ પણ સંજોગોમાં 2 વર્ષથી વધુની સજા થાય તો તેમનું સભ્ય પદ રદ થઈ શકે અને એ પછીની ચૂંટણીમાં પણ તેમને ઉમેદાવારી ભરવામાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે. નિષ્ણાંતોનું માનવું છે કે હજુ આ પરિસ્થિતિ ત્યારે જ સર્જાય જ્યારે હાઈકોર્ટ કોઈ નિર્ણય પર આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચાર વર્ષ પહેલાં રાહુલ ગાંધીએ તેમના નિવેદનમાં ‘મોદી’ શબ્દને અનુલક્ષીને ટીપ્પણી કરી હતી. જેની સામે પૂર્ણેશ મોદીએ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. હાલ પૂરતા રાહુલ ગાંધીને જામીન મળ્યા છે પરંતુ આ સમગ્ર કેસની રાજનીતિક અસર શું હોઈ શકે તે ઉચ્ચ ન્યાયાલયના નિર્ણયો પર આધારિત રહેશે.
Advertisement