નવી દિલ્હી: રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે જાહેરાત કરી હતી કે યુક્રેનના ચાર પ્રદેશો – ડોનેત્સ્ક, લુહાન્સ્ક, ખેરસન અને ઝાપોરિઝિયા – હવે રશિયાનો ભાગ છે.
Advertisement
Advertisement
તેમને કહ્યું, “યૂક્રેનના ચાર વિસ્તારોના લોકોએ પોતાનો નિર્ણય કર્યો છે. જનમત સંગ્રહના પરિણામ જગજાહેર છે. લોકોએ પસંદગી કરી લીધી છે. એકમાત્ર નિર્ણય”
રશિયા દ્વારા નિયંત્રિત યુક્રેનના આ ચાર પ્રદેશોમાં લોકમતને પશ્ચિમી દેશો અને કાયદાકીય નિષ્ણાતોએ ગેરકાયદેસર જાહેર કર્યો છે. પુતિન મોસ્કોમાં ક્રેમલિનથી બોલી રહ્યા હતા.
તેમણે કહ્યું, “મને પૂરો વિશ્વાસ છે કે ફેડરલ એસેમ્બલી રશિયાના આ ચાર નવા પ્રદેશોને સમર્થન આપશે કારણ કે તે લાખો લોકોની ઇચ્છા છે.”
તેમણે કહ્યું કે લોકમતના પરિણામો લોકોના “પ્રાકૃતિક અધિકાર” ને પ્રતિબિંબિત કરે છે જેમણે તેમાં પોતાનો મત આપ્યો છે. પુતિને પોતાના સંબોધનમાં ઇતિહાસનો પણ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે દાવો કર્યો હતો કે રશિયન લોકોની ઘણી પેઢીઓ આ વિસ્તારો માટે લડ્યા છે. તેમણે આ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોની યાદમાં એક મિનિટનું મૌન પાળવાની અપીલ કરી હતી. પુતિને કહ્યું કે આ સૈનિકો રશિયાના હીરો હતા.
પુતિને કહ્યું કે તેઓ ઇચ્છે છે કે કિવ અને પશ્ચિમી દેશોના લોકો સાંભળે કે ડોનબાસ ક્ષેત્રના લોકો હવે કાયમ માટે રશિયાના નાગરિક બની જશે.
તેમણે કહ્યું કે “રશિયા શક્ય તેટલી બધી રીતે તેની જમીનની રક્ષા કરશે જેથી કરીને આપણા લોકો સુરક્ષિત રીતે જીવી શકે. રશિયા આ વિસ્તારોમાં ગામડાઓ અને શહેરોનું પુનઃનિર્માણ કરશે અને આરોગ્ય અને શિક્ષણના માળખાનો વિકાસ કરશે.”
Advertisement