ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં મિશન સ્કૂલ ઓફ એક્સીલેન્સનું ઉદ્દઘાટન કર્યુ છે. પીએમ મોદી આ દરમિયાન વિદ્યાર્થીઓને મળ્યા હતા અને તેમની સાથે ક્લાસરૂમમાં બેસીને વાતચીત કરી હતી. પીએમ મોદીએ આ શુભારંભ કાર્યક્રમ દરમિયાન કહ્યુ, આજે શિક્ષણ વ્યવસ્થા સ્માર્ટ થઇ ગઇ છે અને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થામાં ઘણો શાનદાર બદલાવ જોવા મળ્યો છે.
Advertisement
Advertisement
પીએમ મોદીએ કહ્યુ, આજે ગુજરાત અમૃતકાળની અમૃત પેઢીના નિર્માણ તરફ ઘણુ મોટુ પગલુ ભરી રહી છે. વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાતના નિર્માણ તરફ સીમાચિહ્ન રૂપ સાબિત થવાનું છે, તેમણે આ દરમિયાન 5જીનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યુ, અમે ઇન્ટરનેટની ફર્સ્ટ Gથી લઇને 4G સુધીની સેવાઓનો ઉપયોગ કર્યો છે અને હવે દેશમાં 5G મોટો બદલાવ લાવવાનો છે, તેમણે કહ્યુ, જો 4જી સાઇકલ છે તો 5જી હવાઇ જહાજ છે.
શિક્ષણ વ્યવસ્થા એક અલગ લેવલ પર પહોચી- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યુ, આજે 5G, સ્માર્ટ સુવિધા, સ્માર્ટ ક્લાસરૂમ, સ્માર્ટ ટીચિંગથી આગળ વધીને આપણી શિક્ષણ વ્યવસ્થાને એક અલગ જ લેવલ પર લઇ જશે. હવે વર્ચુઅલી રિયાલિટી, ઇન્ટરનેટ ઓફ થિંગ્સની તાકાતને પણ સ્કૂલમાં અનુભવ કરવામાં આવી શકશે. બે દાયકામાં ગુજરાતના લોકોએ પોતાના રાજ્ય શિક્ષણનો કાયાકલ્પ કરીને બતાવી દીધુ છે. આ બે દાયકામાં ગુજરાતમાં સવા લાખથી વધારે નવા ક્લાસરૂમ બન્યા, બે લાખથી વધારે શિક્ષક ભરતી કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: પાકિસ્તાન બૉર્ડર પાસે ડીસામાં એરબેસ બનાવશે ભારત, PM મોદીએ આધારશિલા રાખી
હું જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો- પીએમ મોદી
વડાપ્રધાન મોદીએ તે સમયનો ઉલ્લેખ કર્યો જ્યારે તે ગુજરાતના મુખ્યમંત્રી હતા, તેમણે કહ્યુ કે, મે ગુજરાતના મુખ્યમંત્રી રહેતા ગામ ગામ જઇને ખુદ, તમામ લોકોને પોતાની દીકરીઓને સ્કૂલમાં મોકલવાનો આગ્રહ કર્યો હતો. આજે પરિણામ આ છે કે ગુજરાતમાં દરેક દીકરો-દીકરી સ્કૂલ પહોચવા લાગ્યા છે, સ્કૂલ પછી કોલેજ જવા લાગ્યા છે.
પીએમ મોદીએ કહ્યુ, કેન્દ્ર સરકારે આખા દેશમાં સાડા 14 હજારથી વધારે પીએમ શ્રી સ્કૂલ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ સ્કૂલ આખા દેશમાં નવી નેશનલ એજ્યુકેશ પૉલિસી માટે મૉડલ સ્કૂલ હશે.
Advertisement