કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023: કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીનો શોરશરાબો સોમવારે બંધ થઈ ગયો છે. સોમવારે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીએ રોડ શો કર્યો અને કોંગ્રેસને જીત અપાવવા માટે પોતાની સંપૂર્ણ શક્તિ લગાવી દીધી. પ્રચાર બંધ થયા બાદ પીએમ મોદીએ અડધી રાત્રે ટ્વિટ કર્યું હતું.
Advertisement
Advertisement
આ ટ્વિટમાં તેમને કર્ણાટકના લોકોને વીડિયો અપીલ કરી. બીજેપીના ટ્વિટર હેન્ડલ પરથી પીએમ મોદીનો વીડિયો ટ્વીટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં પીએમ મોદીએ બીજેપીના પક્ષમાં વોટ કરવાની અપીલ કરી છે. લગભગ 8 મિનિટ 25 સેકન્ડના આ વીડિયોમાં પીએમ મોદીએ તેમની સરકારની ઉપલબ્ધિઓ વિશે માહિતી આપી હતી. તેમણે મતદારોને કહ્યું કે તમારા બધા સપના હવે મારા છે. આપણે સાથે મળીને આ સપનાઓને સાકાર કરીશું.
ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવશે
પીએમ મોદીએ કર્ણાટકના લોકોને કહ્યું કે અહીં ફરી એકવાર ડબલ એન્જિનની સરકાર આવવા જઈ રહી છે. કર્ણાટકનું દેશના વિકાસમાં ઘણું યોગદાન છે. અત્યારે ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આપણે સાથે મળીને તેને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવીશું. તેમણે કહ્યું કે કર્ણાટક આ લક્ષ્યને હાંસલ કરવામાં મોટું યોગદાન આપશે. અમે ઈચ્છીએ છીએ કે કર્ણાટક ઉદ્યોગ, રોકાણ અને ઈનોવેશનમાં નંબર વન બને. ભાજપ સરકાર પણ ખેડૂતોની બિયારણથી લઈને બજાર સુધીની સુવિધા વધારવા માટે સતત કામ કરી રહી છે. ભાજપ કર્ણાટકને કૃષિ ક્ષેત્રે નંબર વન બનાવવા માટે મક્કમ છે.
‘તમારું સ્વપ્ન મારું સ્વપ્ન છે’
પીએમ મોદીએ કહ્યું કે કર્ણાટકમાં ડબલ એન્જિન સરકાર પછી કર્ણાટકમાં કનેક્ટિવિટી, જીવનની સરળતા, વ્યવસાય કરવાની સરળતા અને શરૂ કરાયેલા પ્રોજેક્ટ્સ કર્ણાટકને નંબર વન રાજ્ય બનાવવાનો આધાર બનશે. કર્ણાટકને વધુ આધુનિકતા તરફ લઈ જવાની જવાબદારી ભાજપ સરકારની છે.
તે ઉપરાંત તેમણે કહ્યું કે કર્ણાટકના તમામ શહેરોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવું જોઈએ અને પરિવહન વ્યવસ્થા આધુનિક હોવી જોઈએ. આપણા ગામડાઓ અને શહેરોમાં જીવનની ગુણવત્તામાં સુધારો થવો જોઈએ, મહિલાઓ અને યુવાનો માટે નવી તકો ઊભી થવી જોઈએ. મારું સપનું એ દરેક કન્નડીગાની આંખનું સપનું છે. તમારો સંકલ્પ મારો સંકલ્પ છે.
Advertisement