કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પેટ ભરીને વખાણ કર્યા છે. અમિત શાહે કહ્યું કે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અંતર અને સંસ્કૃતિના અવરોધોને પાર કરી છે. વડા પ્રધાનની વિદેશી સફરનો સંદર્ભ આપતા અમિત શાહે કહ્યું, “યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ પણ કહે છે કે તેમણે પીએમ મોદીના ઓટોગ્રાફ જોઈએ છે.
Advertisement
Advertisement
અમદાવાદ અને ગાંધીગરમાં રવિવારે અમિત શાહે વિવિધ જાહેર કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. જેમાં મોદી સમુદાયનો વિશાળ મેળાવડો પણ શામેલ છે. શાહે કહ્યું કે વડા પ્રધાને ફક્ત પોતાના માટે જ નહીં પણ આખા દેશ અને ખાસ કરીને ગુજરાત માટે આદર આપ્યો છે.
અમિત શાહે જાપાનમાં પીએમ મોદી અને સંયુક્ત રાજ્ય અમેરિકાના રાષ્ટ્રપતિ વચ્ચે મુલાકાતનો ઉલ્લેખ કરતાં એક ટ્વિટમાં લખ્યું, “અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેનનો પીએમ મોદી પ્રત્યે આદરથી ખ્યાલ આવે છે કે તેમની લોકપ્રિયતા અંતર અને સંસ્કૃતિની બાધાઓને પાર કરે છે.”
સમસ્ત ભારતીય મોદી સમાજના રાષ્ટ્રીય સંમેલનમાં પોતાના સંબોધનમાં અમિત શાહે કહે છે કે, રાઠોર, તેલી સાહૂ અને મોદી સમાજનો દેશ માટે ખુબ જ મોટું યોગદાન આપ્યું છે. તેમણે અમને એક એવા વડાપ્રધાન આપ્યા છે જેમણે દુનિયામાં ભારતનું ગૌરવ સ્થાપિત કરવાનું કામ કર્યું છે. આજે તો જો બાઈડેન પણ કહે છે કે તેમને મોદીનું ઓટોગ્રાફ જોઈએ.
શાહ કહે છે કે એક ભારતીય તરીકે તે આપણને ખૂબ આનંદ આપે છે. આ આપણા બધા ભારતીયો માટે ખૂબ આનંદની બાબત છે. શાહે વધુમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન જાપાનમાં જી 7 અને ક્વાડ સમિટમાં હાજરી આપી હતી. વિશ્વના અન્ય નેતાઓમાં જો બાઈડેનસ ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિસને મળ્યા હતા.
Advertisement