અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં 36માં નેશનલ ગેમ્સના ઉદ્દઘાટન સમારંભમાં સામેલ થયા હતા. દેશમાં સાત વર્ષ પછી રાષ્ટ્રીય રમતનું આયોજન કરવામાં આવી રહ્યુ છે અને 36મી રાષ્ટ્રીય રમતના ઉદ્દઘાટન સમારંભ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત થઇ રહ્યુ છે. આ સમારંભમાં પીએમ મોદીએ સ્વર્ણિમ ગુજરાત યૂનિવર્સિટીનું વર્ચુઅલ લૉન્ચ પણ કર્યુ હતુ.
Advertisement
Advertisement
પીએમ મોદીએ આ કાર્યક્રમમાં જુડેગા ઇન્ડિયા…જીતેગા ઇન્ડિયાનો નારો આપ્યો હતો. ગુજરાતને પ્રથમ વખત નેશનલ ગેમ્સની યજમાની મળી છે. રાજ્યમાં છ શહેર અમદાવાદ, ગાંધીનગર, સૂરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોટી વાતો
- વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનો આ નજારો અલગ છે
- તમે સતત દોડતા રહેશો તો સફળતા તમારી પાસે દોડીને આવશે
- 8 વર્ષ પહેલા ભારતના ખેલાડી 20-25 રમતોને જ ઓળખતા હતા, હવે ભારતના ખેલાડી આશરે 40 અલગ અલગ રમતમાં ભાગ લેવા જાય છે
- આજે ફિટ ઇન્ડિયા અને ખેલ ઇન્ડિયા જેવા પ્રયાસ એક જન આંદોલન બની ગયા છે માટે, આજે ખેલાડીઓને વધુમાં વધુ સંસાધન પણ આપવામાં આવી રહ્યા છે અને વધુમાં વધુ તક પણ મળી રહ્યા છે
- ગત 8 વર્ષમાં દેશનું રમત બજેટ આશરે 70 ટકા વધ્યુ છે
- ટોક્યોમાં આ વખતે ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન
- આપણી દીકરીઓ દુનિયામાં દેશનું ગૌરવ વધારી રહી છે
- અગાઉ ખેલાડીઓને પ્રોફેશનલ સપોર્ટ મળતો નહતો
- તમારે કોમ્પિટિશન જીતવી છે તો તમારે કમિટમેન્ટ અને કન્ટુનિટીને જીતવી શીખવી પડશે, રમતમાં હાર-જીતને આપણે ક્યારેય અંતિમ ના માનવી જોઇએ. આ સ્પોર્ટ્સ સ્પિરિટ તમારા જીવનનો ભાગ હોવો જોઇએ ત્યારે ભારત જેવા યુવા દેશ તેના સપનાને તમે નેતૃત્વ આપશો.
Advertisement