ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભારતીય જનતા પાર્ટી (BJP)ની ભવ્ય જીત બાદ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યુ છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને મતદારોનો આભાર માન્યો હતો.
પીએમ મોદીએ કર્યુ ટ્વીટ
વડાપ્રધાન મોદીએ ગુજરાત ચૂંટણીને લઇને બે ટ્વીટ કર્યા છે. પ્રથમ ટ્વીટમાં પીએમ મોદીએ લખ્યુ,
“આભાર ગુજરાત. ચૂંટણીના અસાધારણ પરિણામો જોઇને હું ઘણી લાગણીઓથી વહી ગયો છું. લોકોએ વિકાસની રાજનીતિને આશીર્વાદ આપ્યા અને સાથે જ ઇચ્છા વ્યક્ત કરી કે તેઓ ઇચ્છે છે કે આ ગતિ વધુ ગતિએ ચાલુ રહે. હું ગુજરાતની જનશક્તિને નમન કરૂ છુ.”
આ સાથે જ પીએમ મોદીએ ભાજપના કાર્યકર્તાઓનો પણ આભાર માન્યો હતો. પીએમ મોદીએ કહ્યુ,
“તમામ મહેનતુ ભાજપના કાર્યકર્તાઓને હું કહેવા માંગુ છુ- તમારામાં દરેક ચેમ્પિયન છે! આ ઐતિહાસિક જીત અમારા કાર્યકર્તાઓની અસાધારણ મહેનત વિના ક્યારેય શક્ય નહી બને, જેઓ અમારી પાર્ટીની વાસ્તવિક તાકાત છે.”
પીએમ મોદી શપથગ્રહણમાં સામેલ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂપેન્દ્ર પટેલના શપથગ્રહણ સમારંભમાં હાજર રહેશે. 12 ડિસેમ્બરે ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદના શપથ લેશે. મહત્વપૂર્ણ છે કે ભાજપ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 150 કરતા વધુ બેઠક જીતવામાં સફળ રહ્યુ છે.