અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના બીજા તબક્કા માટે વડાપ્રધાન મોદીએ પ્રચાર શરૂ કરી દીધો છે. અમદાવાદમાં વડાપ્રધાન મોદીનો નરોડાથી ભવ્ય રોડ શો શરૂ થઇ ગયો છે. આ રોડ શો 14 વિધાનસભા વિસ્તારને આવરી લેશે. પેરામિલિટ્રિ દ્વારા નજર રાખવામાં આવી રહી છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે.
Advertisement
Advertisement
વડાપ્રધાનને જોવા માટે ઉમટી પડ્યા અમદાવાદીઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે આતુર અમદાવાદીઓ રસ્તાની બન્ને બાજુ પર ઉમટી પડ્યા છે. નરોડાથી આ રોડ શોની શરૂઆત થઇ છે અને તે ચાંદખેડામાં પૂર્ણ થશે.
LIVE: કર્ણાવતી મહાનગર ખાતે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીની પુષ્પાંજલિ યાત્રા #गुजरात_बोले_भाजपा_फिरसे https://t.co/yPfSY7OCNu
— BJP Gujarat (@BJP4Gujarat) December 1, 2022
આ રસ્તા પર ફરશે પીએમ મોદીનો રોડ શો
અમદાવાદ એરપોર્ટથી નરોડા ગામ-નરોડા પાટિયા સર્કલ, કૃષ્ણનગર ક્રૉસ રોડ-હીરાવાડી-સુહાના રેસ્ટોરન્ટ-શ્યામ શિખર ક્રૉસ રોડ (સરદાર વલ્લભભાઇ પટેલની મૂર્તિ)- બાપૂનગર ક્રૉસ રોડ-ખોડિયારનગર-બીઆરટીએસ રૂટ વિરાટનગર- સોનીની ચાલી- રાજેન્દ્ર ચાર રસ્તા-રબારી કોલોની-સીટીએમ-હાટકેશ્વર ચાર રસ્તા-ખોખરા સર્કલ- અનુપમ બ્રિજ-પંડિત દીન દયાલ ઉપાધ્યાય સ્ટેચ્યૂ- ફૂટબોલ ગ્રાઉન્ડ- ભૂલાભાઇ ચાર રસ્તા- શાહ આલમ ટોલનાકા- દાણીલીમડા ચાર રસ્તા- ખોડિયારનગર- બહેરામપુરા-ચંદ્રનગર-ધરણીધર ચાર રસ્તા-જીવરાજ પાર્ક ચાર રસ્તા-શ્યામલ ક્રોસ રોડ- શિવરંજની ચાર રસ્તા- હેલ્મેટ સર્કલ-એઇસી ચાર રસ્તા- પ્રભાત ચૌક- અખબારનગર સર્કલ- વ્યાસવાડી- આરટીઓ સર્કલ- સાબરમતી પાવર હાઉસ- વિસત ચાર રસ્તા- આઇઓસી ચાર રસ્તા ચાંદખેડા.
Advertisement