ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત વધી રહી છે. PM મોદી 29 અને 30 સપ્ટેમ્બરે ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા છે.
Advertisement
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ 17 સપ્ટેમ્બરે છે. આ દિવસે તે માતા હીરાબાના આશીર્વાદ લેવા આવે તેવુ પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યુ છે. જોકે, આ કાર્યક્રમ હજુ નક્કી નથી. મહિનાના અંતમાં PM મોદીના કાર્યક્રમ અમદાવાદ, સુરત, ભાવનગર અને અંબાજીમાં નક્કી થઇ રહ્યા છે. 28 સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદી મોટેરાના મોદી સ્ટેડિયમમાં 36મી નેશનલ ગેમ્સનું ઉદ્દઘાટન કરશે. ગુજરાતના 17 સ્થળોએ દેશના તમામ રાજ્યના એથલીટની હાજરીમાં 36 રમતોનું આયોજન કરવામાં આવ્યુ છે. આ રમતોનું સમાપન 12 ઓક્ટોબરે થશે.
વડાપ્રધાન મોદી સુરત અને ભાવનગર પણ જશે જ્યા સરકારની વિવિધ યોજનાઓનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે. 30મી સપ્ટેમ્બરે વડાપ્રધાન અમદાવાદ અને અંબાજીના કાર્યક્રમમાં હાજરી આપશે. અમદાવાદમાં કેટલાક પ્રોજેક્ટ જનતાને સમર્પિત કરશે, જ્યારે અંબાજીના વિકાસ કામો અને યાત્રાળુઓ માટે બનાવવામાં આવેલી નવી સુવિધાઓનું લોકાર્પણ કરશે.
Advertisement