નવી દિલ્હી: રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટે મુખ્યમંત્રી અશોક ગહેલોત પર ફરી પ્રહાર કર્યા છે. વડાપ્રધાન મોદીએ ગહેલોતની જે રીતે પ્રશંસા કરી તેની પર કટાક્ષ કરતા પાયલોટે કહ્યુ કે મોદીએ ગુલામ નબી આઝાદની પણ આ રીતે પ્રશંસા કરી હતી, પછી શું થયુ બધા જાણે છે. પાયલોટના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ગહેલોતે સલાહ આપતા કહ્યુ કે તેમણે આ રીતના નિવેદન ના કરવા જોઇએ.
Advertisement
Advertisement
જયપુરમાં સચિન પાયલોટે કહ્યુ- વડાપ્રધાને કાલે જે રીતની પ્રશંસા કરી, હું સમજુ છુ, તે કાલનું મોટુ રસપ્રદ ડેવલપમેન્ટ છે. આ રીતે વડાપ્રધાને સદનની અંદર ગુલામ નબી આઝાદની પ્રશંસા કરી હતી, તે પછી શું ઘટનાક્રમ બન્યો, તે આપણે બધાએ જોયો છે.
અનુશાસન તોડનારા ત્રણ નેતાો વિરૂદ્ધ કાર્યવાહી થાય
પાયલોટે કહ્યુ- 3 લોકોને નોટિસ આપવામાં આવી છે, નોટિસ પછી આ જાણકારીમાં આવ્યુ છે કે જવાબ આપવામાં આવ્યા છે. અમારી પાર્ટી અનુશાસિત છે, આ પાર્ટીમાં આપણા બધા માટે નિયમ-કાયદા બરાબર છે. નોટિસ પર પણ નિર્ણય લેવો જોઇએ, કાયદો, અનુશાસન બધા પર લાગુ છે. ખડગેજીએ પદભાર સંભાળ્યો છે, એવુ તો બની ના શકે કે અનુશાસનહીનતા માનવામાં આવી હોય અને તેની પર નિર્ણય ના લેવામાં આવે.
મોદી-ગહેલોત વચ્ચે થઇ હતી મુલાકાત
બાંસવાડાના માનગઢ ધામમાં યોજાયેલી સભામાં મુખ્યમંત્રી અશોક ગહેલોત અને પીએમ મોદીએ સ્ટેજ શેર કર્યો હતો. વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ગહેલોતને મુખ્યમંત્રીઓમાં સીનિયર ગણાવતા એક રીતે તેમની પ્રશંસા કરી હતી. ગહેલોત અને પીએમ મોદીએ માનગઢમાં 10 મિનિટ સુધી એકલા ચર્ચા પણ કરી હતી. પીએમ મોદીએ કહ્યુ હતુ- અશોકજી અમારા સૌથી સીનિયર મુખ્યમંત્રી છે, અમે સાથે કામ કરી ચુક્યા છીએ.
આ પણ વાંચો: Gujarat Election 2022: ગુજરાત ચૂંટણી પહેલા ભાજપને ફટકો, પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાયા
હવે ખેચતાણ વધશે
સચિન પાયલોટે અશોક ગહેલોત પર પ્રથમ વખત સીધો પ્રહાર કર્યો છે. અત્યાર સુધી પાયલોટ સમર્થક જ ગહેલોત જૂથને ઘેરતા રહ્યા છે. આજે પ્રથમ વખત સચિન પાયલોટે તેમની તુલના ગુલામ નબી આઝાદ સાથે કરી દીધી હતી. સચિન પાયલોટના આ નિવેદનથી સ્પષ્ટ થઇ ગયુ કે કોંગ્રેસમાં હવે ખેચતાણ વધશે. આ નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે રાજકીય વિવાદ વચ્ચે જવાબદાર નેતા વિરૂદ્ધ એક્શનની રાહ જોવામાં આવી રહી છે.
Advertisement