બેંગલુરૂ: બેંગલુરૂમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ ઉભી થઇ છે. ભારે વરસાદને કારણે રસ્તા, ઘર અને કોલોની બધુ ડુબી ગયુ છે. તે બાદ હવે હવામાન વિભાગ તરફથી વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. હવામાન વિભાગે કહ્યુ કે બેંગલુરૂમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે. વરસાદથી બગડતી સ્થિતિ પર કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ કહ્યુ કે તેમની સરકાર વરસાકને કારણે બેંગલુરૂમાં થયેલા નુકસાનની ભરપાઇ માટે કેન્દ્ર સરકાર પાસે વિશેષ મદદ માંગશે.
Advertisement
Advertisement
કર્ણાટકના મુખ્યમંત્રીએ ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ આશીષ કુમારના નેતૃત્વ ધરાવતી આંતર-મંત્રાલયી કેન્દ્રીય ટીમ સાથે બેઠક કરી હતી. આશીષ કુમાર કર્ણાટકમાં પૂરની સ્થિતિથી થયેલા નુકસાનની સમીક્ષા કરવા માટે આવ્યા છે. બોમ્મઇએ કહ્યુ, અમે વરસાદના ત્રણ તબક્કા જુલાઇ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં વરસાદથી થયેલા નુકસાનની વિસ્તૃત જાણકારી શેર કરી છે. બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા મુખ્યમંત્રીએ કહ્યુ કે આઇએમસીટી સાથે વધુ એક બેઠક બેંગલુરૂ સહિત વિવિધ જિલ્લાના તેમના પ્રવાસ પછી કરવામાં આવશે.
વરસાદને કારણે કેટલીક સ્કૂલ બંધ
ભારે વરસાદને કારણે કેટલીક સ્કૂલમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી અને કેટલાક દિવસ માટે ઓન લાઇન અભ્યાસની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે કેટલીક કંપનીઓએ પોતાના કર્મચારીઓને ઘરેથી જ કામ કરવાની સલાહ આપી છે. આઉટર રિંગ રોડ અને સરજાપુર રોડના મોટા ભાગના વિસ્તાર, જ્યા આઇટી કંપનીના કાર્યાલય છે, ત્યા ઝીલનો નજારો છો અને ત્યા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. લોકોને તેમની ડેસ્ટિનેશન સુધી પહોચાડવા માટે ટ્રેક્ટરનો સહારો લેતા પણ જોવામાં આવ્યા છે.
Advertisement