નવી દિલ્હી: દુનિયાભરમાં આતંકી ફંડિંગ અને મની લોન્ડરિંગ પર લગામ લગાવનાર સંસ્થા ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)એ પાકિસ્તાનને પોતાની ગ્રે લિસ્ટથી બહાર કરી દીધું છે. આતંકવાદ અને મની લોન્ડ્રિંગના ધિરાણ માટે વૈશ્વિક વોચડોગની “ગ્રે લિસ્ટ” પર મૂકવામાં આવ્યાના ચાર વર્ષ પછી પાકિસ્તાનનું નામ આખરે સૂચિમાંથી દૂર કરવામાં આવ્યું છે.
Advertisement
Advertisement
પાકિસ્તાનને ગ્રે લિસ્ટથી હટાવવાનો નિર્ણય પેરિસમાં FATFની બેઠક દરમિયાન આવ્યો. આ બેઠક 18 ઓક્ટોબરથી 21 ઓક્ટોબર દરમિયાન યોજાઇ. FATFએ પાકિસ્તાનને ચાર વર્ષ પહેલા મની લોન્ડ્રિંગ અને આતંકી ફંડિગ પર લગામ લગાવવામાં નિષ્ફળ રહેવા માટે ગ્રે સૂચીમાં નાંખી દેવામાં આવ્યો હતો. FATFએ આ નિર્ણયથી પાકિસ્તાનને વિદેશ ફંડિંગ મેળવવામાં મદદ મળશે અને તે પોતાની આર્થિક સ્થિતિ સુધારી શકશે.
FATF તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાન હવે FATFની મોનિટરિંગ હેઠળ નથી. FATF મની લોન્ડરિંગ, નાણાકીય આતંકવાદ સામે લડવામાં પાકિસ્તાનની નોંધપાત્ર પ્રગતિ કરી છે. FATF વતી એવું કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાને મની લોન્ડરિંગ સામેના પ્રયાસોને મજબૂત બનાવ્યા છે, તે આતંકવાદના ફંડિંગ સામે લડી રહ્યું છે. ટેકનિકલ ખામીઓ દૂર કરવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે પાકિસ્તાને વૈશ્વિક સ્તરે મની લોન્ડરિંગ અને આતંકવાદી ધિરાણના જોખમો સાથે કામ કરતી ‘ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ’ (FATF) ની ‘ગ્રે લિસ્ટ’માંથી બહાર આવવા માટે વ્યાપક રાજદ્વારી પ્રયાસો કર્યા હતા. પાકિસ્તાન મની લોન્ડરિંગ અને આતંકવાદને ધિરાણ આપવાને રોકવામાં નિષ્ફળ રહેવા બદલ 2018 થી પેરિસ સ્થિત ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની ‘ગ્રે’ લિસ્ટમાં છે. તેને ઓક્ટોબર 2019 સુધીમાં પૂર્ણ કરવા માટે એક એક્શન પ્લાન આપવામાં આવ્યો હતો. જો કે, FATFના આદેશોનું પાલન કરવામાં નિષ્ફળ રહેવા બદલ આ દેશને આ યાદીમાં યથાવત રાખવામાં આવ્યો હતો. જોકે હવે પાકિસ્તાન ગ્રે લિસ્ટમાંથી બહાર આવવામાં સફળ થયું છે.
જણાવી દઈએ કે ભારત તરફથી સતત આરોપ લગાવવામાં આવી રહ્યાં છે કે પાકિસ્તાન આતંકીઓને સહારો આપે છે અને તેમના સંગઠનોને નાણાકીય મદદ ઉપલબ્ધ કરાવે છે.
Advertisement