શ્રીનગર: જમ્મુ કાશ્મીરના પુલવામામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પ્રવાસ પહેલા આતંકી હુમલો થયો છે જેમાં એક જવાન શહીદ થયો છે જ્યારે એક ઘાયલ થયો છે.
Advertisement
Advertisement
જમ્મુ કાશ્મીર પોલીસે જણાવ્યુ કે, પુલવામાના પિંગલાનામાં CRPF અને પોલીસની સંયુક્ત પાર્ટી પર આતંકીઓએ ફાયરિંગ કર્યુ હતુ. આ આતંકી હુમલામાં એક પોલીસ કર્મી શહીદ થયો હતો અને CRPFનો એક જવાન ઘાયલ થયો હતો. આ વિસ્તારમાં વધારાનું સેન્ય મોકલવામાં આવ્યુ છે અને વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે.
આ હુમલો શોપિંયામાં એક અથડામણના કેટલાક કલાક પછી થયો છે જ્યા ત્રણ કલાકના ઓપરેશ પછી લશ્કરનો એક આતંકવાદી માર્યો ગયો હતો. મહત્વપૂર્ણ છે કે ગૃહમંત્રી અમિત શાહ સોમવારથી ત્રણ દિવસના જમ્મુ કાશ્મીર પ્રવાસે પહોચશે. સુરક્ષાની સ્થિતિની સમીક્ષા સિવાય, અમિત શાહ રાજૌરી અને બારામૂલા જિલ્લામાં બે રેલીને સંબોધિત કરશે.
બીજી તરફ દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના બસકુચન વિસ્તારમાં સુરક્ષા દળો સાથે અથડામણમાં એક આતંકીને ઠાર મારવામાં આવ્યો હતો. પોલીસે કહ્યું, એક આતંકવાદી ઠાર મરાયો છે. તપાસ અભિયાન ચાલુ છે. પોલીસ અને સુરક્ષાદળોની એક સંયુક્ત ટીમ તે વિસ્તારમાં આતંકવાદીની હાજરીની સૂચના મળ્યા બાદ અથડામણ શરૂ થઇ હતી.
Advertisement