નવી દિલ્હી: દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના નજફગઢ વિસ્તારમાં એક મહિલાની હત્યા બાદ તેમના શબને ઢાબાના ફ્રીઝરમાં રાખવાની ઘટના સામે આવી છે. મહિલાની ત્રણ દિવસ પહેલા હત્યા કરવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે આ પહેલા 18 મેએ આફતાબ પૂનાવાલાએ દિલ્હીના છતરપુર વિસ્તારમાં પોતાની લિન-ઇન પાર્ટનર શ્રદ્ધાની ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી અને પછી લાશને ફ્રીઝમાં મુકી દીધી હતી અને કેટલાક દિવસ સુધી લાશના ટુકડાને ફેકી દીધા હતા. આ મામલે દિલ્હી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
Advertisement
Advertisement
પોલીસે શકના આધાર પર ઢાબા માલિક સાહિલ ગહલોતની ધરપકડ કરી છે. ઢાબા માલિક અને મહિલા વચ્ચે સબંધ બતાવવામાં આવી રહ્યા છે. મહિલા ઉત્તમ નગરની રહેવાસી હતી. શબને પોસ્ટ મોર્ટમ માટે મોકલીને તપાસ શરૂ કરવામાં આવી હતી.
Body of a woman from Uttam Nagar found in a freezer at a dhaba located on the outskirts of Mitraon village, Najafgarh. Accused Sahil Gahlot apprehended. Further investigation underway: Delhi Police
— ANI (@ANI) February 14, 2023
કોઇ બીજી મહિલા સાથે લગ્ન કરવાનો હતો સાહિલ- દિલ્હી પોલીસ
દિલ્હી પોલીસના અધિકારી વિક્રમ સિંહે જણાવ્યુ, “આરોપી સાહિલ ગહલોત બીજી મહિલા સાથે લગ્ન કરવાનો હતો. જ્યારે આ વાતની જાણકારી તેની પ્રેમિકાને થઇ તો તેને આ વાતનો વિરોધ કર્યો હતો અને તેની સાથે ઝઘડવા લાગી હતી. મહિલાએ સાહિલ પર લગ્નનું દબાણ બનાવ્યુ હતુ, જે બાદ ગુસ્સે થયેલા સાહિલે પ્રેમિકાની હત્યા કરી નાખી હતી અને તેના શબને ઢાબાના ફ્રીઝરમાં છુપાવી દીધો હતો. પોલીસનું કહેવુ છે કે મહિલાના પરિવારની તપાસ કરવામાં આવી રહી છે.
Advertisement