નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં સ્થાનિક ચૂંટણીમાં ઓબીસી અનામત કેસ પર રાજ્ય સરકારને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટ હાઇકોર્ટના નિર્ણયના એક ભાગ પર રોક લગાવી દીધી છે, જેમાં હાઇકોર્ટે આદેશ આપ્યો હતો કે 31 જાન્યુઆરી પહેલા ચૂંટણી યોજવામાં આવે. સુપ્રીમ કોર્ટ કહ્યુ ક આગામી આદેશ સુધી આ નિર્ણય પર રોક રહેશે.
Advertisement
Advertisement
કોર્ટમાં શું થયુ
ઉત્તર પ્રદેશ સરકાર તરફથી હાજર રહેલા સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જાણકારી આપી કે રાજ્ય સરકારે ઓબીસી વર્ગના રાજકીય પછાતના અધ્યયન માટે એક પંચની રચના કરી દીધી છે. આ પંચનો કાર્યકાળ 6 મહિનાનો છે પરંતુ આ વાતનો પ્રયાસ કરવામાં આવે કે પંચ 31 માર્ચ સુધી રિપોર્ટ આપી દે.
જેની પર ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અન પી એસ નરસિમ્હાની બેંચે ચિંતા વ્યક્ત કરી કે તમામ સ્થાનિક ચૂંટણીનો કાર્યકાળ 31 જાન્યુઆરી સુધી પુરો થઇ રહ્યો છે, તે પહલા ચૂંટણી બંધારણીય જરૂરત છે. જેનો જવાબ આપતા તુષાર મહેતાએ કહ્યુ કે જે ચૂંટણીનો કાર્યકાળ ખતમ થઇ રહ્યો છે, ત્યા ચૂંટણી થવા સુધી 3 સભ્યોની તંત્રની કમિટી કામ કરી શકે છે. આ વાતની કાયદામાં વ્યવસ્થા છે.
તમામ પક્ષોને નોટિસ મોકલવામાં આવી
10 મિનિટની સુનાવણી પછી સુપ્રીમ કોર્ટે જાન્યુઆરીમાં જ ચૂંટણી યોજવાના આદેશ પર રોક લગાવી દીધી હતી. કોર્ટે કહ્યુ કે રાજ્ય સરકાર આ વાતનો આદેશ જાહેર કરી શકે છે કે ચૂંટણી થવા સુધી જિલ્લા અધિકારીની અધ્યક્ષતા ધરાવતી કમિટી સ્થાનિક ચૂંટણીમાં કામ કરશે. તે બાદ કોર્ટે યૂપી સરકારની અરજી પર તમામ પક્ષોને નોટિસ ફટકારી હતી. 3 અઠવાડિયા પછી આગામી સુનાવણી યોજાશે.
શું છે આખી ઘટના?
ઇલાહાબાદ હાઇકોર્ટ તરફથી યૂપી સરકારને આદેશ આપવામાં આવ્યો હતો કે ઓબીસી અનામત વગર ચૂંટણી યોજવામાં આવે, જેની માટે 31 જાન્યુઆરી સુધીની ડેડલાઇન આપવામાં આવી હતી. જે બાદ રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્ય હતો. રાજ્ય સરકારે 27 ડિસેમ્બરના આદેશ વિરૂદ્ધ દાખલ પોતાની અપીલમાં કહ્યુ હતુ કે હાઇકોર્ટે પાંચ ડિસેમ્બરની નોટિફિકેશનને રદ કરી નાખી છે જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓ સિવાય ઓબીસી માટે શહેરી નગરનિગમની ચૂંટણીમાં બેઠક અનામતની જોગવાઇ કરવામાં આવી હતી.
સરકાર તરફથી દાખલ અપીલમાં કહેવામાં આવ્યુ હતુ કે ઓબીસીને બંધારણીય સંરક્ષણ મળેલો છે અને હાઇકોર્ટે આ નોટિફિકેશન રદ કરીને ખોટુ કર્યુ છે.
Advertisement