વોશિંગ્ટન: યુએસ પ્રમુખ જો બાઇડેને મંગળવારે રશિયાને ચેતવણી આપી હતી કે યુક્રેન સાથેના યુદ્ધમાં પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવો એ ગંભીર ભૂલ હશે. પત્રકારોના પ્રશ્નોના જવાબમાં, બાઇડેને કહ્યું કે જો રશિયા યુક્રેન સાથેના યુદ્ધમાં વ્યૂહાત્મક પરમાણુ હથિયારનો ઉપયોગ કરશે તો તે અવિશ્વસનીય રીતે ગંભીર ભૂલ કરશે. તમને જણાવી દઈએ કે રશિયાએ આ અઠવાડિયે કહ્યું હતું કે યુક્રેન પોતાના ક્ષેત્રમાં સામરિક પરમાણુ બોમ્બનો ઉપયોગ કરી શકે છે.
Advertisement
Advertisement
સામરિક પરમાણુ બોમ્બ એક પારંપરિક બોમ્બ હોય છે. જેમાં રેડિયોએક્ટિવ, બાયોલોજિકલ અને કેમિકલ હોય છે, જે બોમ્બ વિસ્ફોટ થતાં જ વાતાવરણમાં ફેલાઇ જાય છે અને આનાથી ભારે તબાહી થાય છે. અમેરિકા અને તેના સહયોગીઓને શંકા છે કે રશિયા પોતે ફાલ્સ ફ્લેગ ઓપરેશન (પોતે હુમલો કરવો અને નામ બીજા દેશનું લઇ લેવું) હેઠળ સામરિક પરમાણુ બોમ્બનો ઉપયોગ કરી શકે છે.
તે પછી રશિયાને યૂક્રેન પર પારંપારિક પરમાણુ બોમ્બના ઉપયોગને યોગ્ય ઠેરવવાની તક મળી જશે. અમેરિકા અને તેના સહયોગીઓનું માનવું છે કે રશિયા પૂર્વ અને દક્ષિણ યૂક્રેનમાં હારી રહ્યું છે અને તે ગુસ્સામાં પરમાણુ હુમલો કરી શકે છે. બાઇડેને કહ્યું કે, હું તેની ગેરંટી આપી રહ્યો નથી કે રશિયાની ધમકી એક ફાલ્સ ફ્લેગ ઓપરેશન છે. અમે જાણતા નથી.
Advertisement