રિયાધ: હજ યાત્રા માટે આ વર્ષે સાઉદી અરબ જનારાઓ માટે સારા સમાચાર છે. સાઉદી અરબે 2023માં તે તમામ પ્રતિબંધને હટાવી દીધા છે જે 2 વર્ષ પહેલા 2020માં કોરોના વાયરસ મહામારીને કારણે લગાવવામાં આવ્યા હતા. સાઉદી અરબના હજ અને ઉમરા મંત્રાલયે 9 જાન્યુઆરીએ જાહેરાત કરતા કહ્યુ, “1444એચમાં હજ તીર્થયાત્રીઓની સંખ્યા વગર પ્રતિબંધના કોરોના મહામારીની પહેલા જેવી સ્થિતિમાં આવી જશે.”
Advertisement
Advertisement
હજ અને ઉમરા મંત્રી તૌફીક અલ રબિયાહે હજ એક્સપો 2023ના ઉદઘાટન દરમિયાન જાહેરાત કરી હતી. 2023માં હજ સીઝનની શરૂઆત 26 જૂનથી થઇ શકે છે. સ્થાનિક મીડિયા અનુસાર, હજ અને ઉમરા મંત્રાલયે આ પહેલા કહ્યુ હતુ કે આ વર્ષે રજિસ્ટ્રેશન માટે પ્રાથમિકતા તે લોકોને આપવામાં આવશે જે પહેલા ક્યારેય હજ યાત્રા પર ગયા નથી. આ પહેલા સમાચાર આવ્યા હતા કે મંત્રાલય હજ મંત્રાલય હજ યાત્રિઓને ઇલેક્ટ્રૉનિક પ્લેટફૉર્મથી વીઝા અરજીની પરવાનગી આપવા જઇ રહ્યુ છે.
ગત વર્ષે લાગુ હતો પ્રતિબંધ
2019માં કોરોના વાયરસ મહામારીની અસર હજ યાત્રા પર પણ પડી હતી. વિશ્વભરમાં લાગેલા પ્રતિબંધ પહેલા હજ કરનારા લોકોની સંખ્યા 26 લાખ હતી. કોવિડ પછી સાઉદી અરબ સરકારે 2022માં 10 લાખ હજ યાત્રીઓનું સ્વાગત કર્યુ હતુ. જોકે, માત્ર 18થી 65 વર્ષા લોકો જેમણે પુરી રીતે વેક્સીન લાગી ચુકી હતી અને જે કોરોનાથી પુરી રીતે સુરક્ષિત હતા તેમણે જ ગત વર્ષે હજની પરવાનગી આપવામાં આવી હતી.
હજ યાત્રિઓની સુવિધા આપી રહ્યુ છે સાઉદી અરબ
હજ યાત્રા માટે કોઇ વય મર્યાદા ના હોવાનો અર્થ એ છે કે બાળકથી લઇને વૃદ્ધ 2023માં તેનો ભાગ બની શકશે. હજ યાત્રા ઇસ્લામના પાંચ સ્તંભમાંથી એક છે. માન્યતા છે કે દરેક સક્ષમ મુસ્લિમ જીવનમાં ઓછામાં ઓછી એક વખત હજ જરૂર કરવી જોઇએ. કોરોના પ્રતિબંધ હટ્યા બાદ સાઉદી અરબ વિશ્વભરના હજ યાત્રીઓને કેટલીક સુવિધા આપી રહ્યુ છે. ગત વર્ષે સાઉદી સરકારે મહિલાઓને રાહત આપતા તેમણે પુરૂષ વગર મેહરમના હજ કરવાની મંજૂરી આપી હતી. તે સિવાય ઉમરા વીઝાનો સમય વધારીને 30થી 90 દિવસ કરી દેવામાં આવ્યો હતો.
Advertisement