ગાંધીનગર: રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)એ એક નોટિસમાં આમ આદમી પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાને 13 ઓક્ટોબરે આયોગ સામે હાજર થવા કહ્યુ છે. નોટિસ ગોપાલ ઇટાલિયાની જૂની વીડિયો ક્લિપ જાહેર કરવામાં આવી હતી જેમાં તે ભારતના વડાપ્રધાન માટે અપશબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે. ભાજપના નેતા તજિંદર બગ્ગા દ્વારા ટ્વિટર પર ક્લિપ શેર કર્યા બાદ આયોગે રવિવારે આ વીડિયો પર એક્શન લીધુ છે. આયોગે નોટિસમાં કહ્યુ, ઇટાલિયા દ્વારા ઉપયોગ કરવામાં આવતી ભાષા મહિલા વિરોધી, શરમજનક, નિંદનિય છે.
Advertisement
Advertisement
આમ આદમી પાર્ટીએ ભાજપ પર કર્યો પલટવાર
ગોપાલ ઇટાલિયાનો બચાવ કરતા, આમ આદમી પાર્ટીના ગુજરાતના સહ પ્રભારી અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યુ, જો ઇટાલિયાએ કોઇ ભૂલ કરી છે તો કાયદા અનુસાર કાર્યવાહી કરો પરંતુ તથ્ય આ છે કે ભાજપને લાગવા લાગ્યુ છે કે તે ગુજરાતમાં જમીન ગુમાવી રહી છે, કારણ કે અરવિંદ કેજરીવાલ અને આપની લોકપ્રિયતા વધતી જઇ રહી છે અને સત્તા પર રહેલા મુખ્ય મુદ્દા પર સંતોષજનક જવાબ આપવાની સ્થિતિમાં નથી, માટે લોકોનું ધ્યાન ભટકાવવા માટે તે આપના નેતાને ખોટા કેસમાં ફસાવવા માટે જૂની વીડિયો ક્લિપ કાઢી રહી છે.
ભાજપના યગ્નેશ દવેએ સાધ્યુ નિશાન
ભાજપના મીડિયા સમન્વયક યગ્નેશ દવેએ ઇટિલાયા પર નિશાન સાધતા આરોપ લગાવ્યો કે તેનાથી આપ અને ઇટાલિયાની સંસ્કૃતિની ખબર પડે છે, યગ્નેશ દવેએ કહ્યુ કે, આવા વ્યક્તિને ભારતમાં રહેવાનો કોઇ અધિકાર નથી, જે ભારતના વડાપ્રધાનનું અપમાન કરે છે.
Advertisement