ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન પોતાના નિર્ણયને કારણે અવાર નવાર ચર્ચામાં રહે છે. ફરી એક વખત તેમણે પોતાના દેશવાસીઓને અનોખો આદેશ સંભળાવ્યો છે. કિમને પસંદ નથી કે તેમના બાળકોના નામ સારા હોય. માટે તેમણે દેશમાં નવો નિયમ લાગુ કરવાની જાહેરાત કરી છે.
Advertisement
Advertisement
તાનાશાહ કિમ જોંગ ઉન ઇચ્છે છે કે ઉત્તર કોરિયાના બાળકોના નામ બોમ્બ,ગન અને મિસાઇલના નામ પર રાખવામાં આવે. આવુ એટલા માટે કારણ કે બાળકોના નામથી સૉફ્ટનેસ નહી પણ દેશભક્તિનો જુસ્સો ઝળકે. રિપોર્ટ અનુસાર, ઉત્તર કોરિયામાં આ આદેશ આપવામાં આવ્યો છે કે બાળકોને નાજુક અને સોફ્ટ સાઉન્ડ કરનારા નામની જગ્યાએ બંદૂક, વફાદારી, બોમ્બ, સેટેલાઇટ જેવા નામ રાખવામાં આવે. જે લોકોના નામ પ્રેમ, સુંદરતા અને આવા જુસ્સા સાથે જોડાયેલા છે તેમના નામ બદલવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.
લોકો પરેશાન
નોર્થ કોરિયાના લોકો તેનાથી પરેશાન થઇ રહ્યા છે કારણ કે અધિકારી તેમણે તેમના બાળકોનું નામ બદલવા માટે કહી રહ્યા છે. ગત મહિને નોટિસ પછી આ સિલસિલો શરૂ થયો હતો, જે બાદ લોકો પર સતત બાળકોનું નામ બદલવાનું દબાણ કરવામાં આવી રહ્યુ છે. લોકો તેના વિરૂદ્ધ ફરિયાદ પણ કરી રહ્યા છે પરંતુ તાનાશાહના આદેશ આગળ તેમનું કઇ ચાલી શકતુ નથી.
11 દિવસ હસવા પર મનાઇ
ઉત્તર કોરિયાના પૂર્વ તાનાશાહ કિમ જોંગ ટૂના નિધનની 10મી વર્ષગાંઠ પર 11 દિવસ સુધી શોક મનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ દરમિયાન દેશના લોકોને હસવા, ખરીદી અને દારૂ પીવા પર પ્રતિબંધ હશે.
Advertisement