લંડન: સાહિત્ય માટે મળનારા નોબેલ પુરસ્કારની જાહેરાત થઇ ગઇ છે. 2022નો Nobel Price in Literature ફ્રેન્ચ લેખિકા એની એનૉક્સ (Annie Ernaux)ને મળ્યો છે. 82 વર્ષીય એની સાહિત્યનો નોબેલ મેળવનાર 17મી મહિલા છે.
Advertisement
Advertisement
એની એનૉક્સનો જન્મ 1 સપ્ટેમ્બર 1940માં ફ્રાંસના એક નાના શહેર યવેટોટમાં થયો હતો. તે હજુ પણ ફ્રાંસમાં રહે છે, તેના માતા-પિતા એક કરિયાણાની દુકાન અને કેફે ચલાવતા હતા.
કોણ છે એની એનૉક્સ?
ફ્રેન્ચ ઉપન્યાસકાર એની એનૉક્સ પોતાના મજૂર વર્ગના માતા-પિતા સાથે ઉછરી છે, તેની મોટાભાગની રચનાઓ આત્મકથા શૈલીમાં છે, જેમ કે- એ વૂમન સ્ટોરી, એ મેન્સ પ્લેસ અને સિંપલ પૈશન. એનીના સાહિત્યીક જીવનની શરૂઆત 1974માં થઇ હતી, તેમની રચનાઓ સામાન્ય જીવન તે રીતે છે કે અંગ્રેજીના ટિકાકાર તેના સંસ્મરણની શ્રેણીમાં રાખવા માંગે છે.
જોકે, તેનું ખુદનું એવુ માનવુ છે કે તે ફિક્શન લખે છે, તેની કેટલીક રચનાઓનો અંગ્રેજીમાં પણ અનુવાદ થયો છે. વર્ષ 2019માં તેની પુસ્તક ધ ઇયર્સને આંતરરાષ્ટ્રીય બુકર એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યુ હતુ. એનીની રચનાઓને સેવન સ્ટોરીઝ પ્રેસ પ્રકાશિત કરે છે. તે સેવન સ્ટોરીઝ પ્રેસની સાત સંસ્થાપક લેખકમાંથી એક છે.
Advertisement