નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ઉત્તર પ્રદેશની કાયદો અને વ્યવસ્થાને શાનદાર ગણાવીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરખામણી ભગવાનશ્રી કૃષ્ણ સાથે કરી હતી.
Advertisement
Advertisement
યુપીમાં 18 રાષ્ટ્રીય ધોરીમાર્ગ યોજનાઓનું ખાતમૂહૂર્ત અને લોકાર્પણ
ગડકરી 18 રાષ્ટ્રીય ધોરીમાર્ગ યોજનાઓના ખાતમૂહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં ગોરખપુર પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે રૂ.10,000 કરોડથી વધુના રોકાણ સાથે શરૂ થયેલા આ પ્રોજેક્ટ્સ દ્વારા રાજ્યમાં રોજગારીની તકો ઉભી થશે અને ઔદ્યોગિક વિકાસ ઝડપી બનશે. તેમણે ઉમેર્યું કે સોનૌલી – ગોરખપુર હાઈવે ફોરલેન બનતાં આંતરરાષ્ટ્રીય સીમા સમાંતરે સરહદી સુરક્ષા વધુ મજબૂત બનશે. કુશીનગરથી લુમ્બિની માર્ગના નિર્માણથી બૌદ્ધ પ્રવાસન સ્થળે આંતરરાષ્ટ્રીય પ્રવાસનને વેગ મળશે.
તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગરીબી દૂર કરવાની સાથે સાથે લોકકલ્યાણ માટે આદર્શ રામ રાજ્યની સ્થાપના કરી રહ્યા છે અને પ્રજા તેનો અનુભવ પણ કરી રહી છે.
કાયદો અને વ્યવસ્થાની પ્રશંસા કરી
નીતિન ગડકરીએ ઉત્તર પ્રદેશની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની પ્રશંસા કરતાં કહ્યું, “જે પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણે ભગવદ ગીતામાં કહ્યું છે કે જ્યારે જ્યારે સમાજમાં અન્યાયી અને અત્યાચારી લોકોનો પ્રભાવ વધે છે ત્યારે ત્યારે લોકોનું રક્ષણ કરવા માટે હું અવતાર લઉં છું. તેવી જ રીતે ઉત્તર પ્રદેશમાં યોગીએ સજ્જનોના રક્ષણ માટે દુર્જનો સામે કડક પગલાં લીધા છે. યોગીના શાસનમાં સજ્જનોનો આત્મવિશ્વાસ વધ્યો છે. આ જ શ્ર કૃષ્ણનો સંદેશ હતો.”
Advertisement