નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ(NIA)ગુજરાત સહિત સાત રાજ્યોમાં 70થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરોડા ગેંગસ્ટર અને ક્રાઈમ સિન્ડિકેટ સાથે જોડાયેલા કેસમાં પાડવામાં આવ્યા છે. NIAએ જે રાજ્યોમાં દરોડા પાડ્યા છે તેમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે. આ સિવાય એજન્સીએ કેન્દ્રશાસિત પ્રદેશો દિલ્હી અને ચંદીગઢમાં પણ તપાસ શરૂ કરી છે.
Advertisement
Advertisement
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, નીરજ બવાના, ટિલ્લુ તાજપુરિયા અને ગોલ્ડી બ્રાર પહેલેથી જ NIAના રડાર પર છે. NIAએ આ મામલે ઘણા ગેંગસ્ટરોની પૂછપરછ પણ કરી છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં આતંકવાદ વિરોધી એજન્સી NIAએ ઉત્તર ભારત અને દિલ્હીમાં 50થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ પછી એજન્સીએ એક ગેંગસ્ટર અને વકીલની પણ ધરપકડ કરી હતી.
આ પહેલા શનિવારે NIA દ્વારા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના રાજ્ય પદાધિકારીઓના ઘરો પર દરોડા પાડવામાં આવ્યા હતા. રાજસ્થાનના જયપુર, કોટા, સવાઈ માધોપુર સહિત અનેક સ્થળોએ આ દરોડા પાડવામાં આવ્યા હતા. ધાર્મિક જૂથો વચ્ચે નફરતને પ્રોત્સાહન આપવા અને આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવાના મામલામાં NIA દ્વારા એક પછી એક દરોડા અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Advertisement