નવી દિલ્હી: New Haj Policy 2023: ભારતને આ વર્ષે હજ માટે લગભગ 1.75 લાખનો કોટા આપવામાં આવ્યો છે. નવી હજ નીતિ હેઠળ કુલ કોટાના 90% હજ કમિટી ઓફ ઇન્ડિયાને ફાળવવામાં આવશે અને પ્રાઇવેટ ઓપરેટરોને બાકી 10 % ફાળવવામાં આવશે. જોકે, સરકારે હજુ સુધી હજ માટે અરજી ખોલી નથી. નવી નીતિ હેઠળ મહિલાઓ, બાળક, વિકલાંગ વ્યક્તિઓ અને વૃદ્ધો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. હજ 2023 માટે રવાના થવા માટે 25 સ્થળ હશે.
Advertisement
Advertisement
લઘુમતીઓના મંત્રાલયે ટ્વીટ કર્યુ, “નવી ઐતિહાસિક હજ નીતિ તીર્થયાત્રીઓને નાણાકીય રાહત આપશે. અરજી પત્ર હવે પ્રથમ વખત મફત છે. હજ પેકેજના ખર્ચમાં લગભગ 50,000 રૂપિયાની કમી કરવામાં આવી છે.
આ પ્રસ્થાન સ્થળોને સામેલ કરવામાં આવશે
સૂત્રોએ કહ્યુ કે હજ યાત્રાના પ્રસ્થાન સ્થળ (ઇમ્બારકેશન પોઇન્ટ)માં અમદાવાદ, મુંબઇ, દિલ્હી, કોલકાતા, હૈદરાબાદ, બેંગલુરૂ, ચેન્નાઇ, શ્રીનગર, રાંચી, ગયા, ઓરંગાબાદ, વારાણસી, જયપુર, નાગપુર, કોચ્ચિ, લખનઉં, કન્નૂર, વિજયવાડા, અગરતલા અને કાલીકટ સામેલ છે. સૂત્રોએ એમ પણ કહ્યુ કે જરૂર પડવા પર પ્રસ્થાન સ્થળોમાં વધારો કરવામાં આવી શકે છે.
મફતમાં મળશે ફૉર્મ
પ્રથમ વખત અરજી મફત થશે. જે લોકોની હજ યાત્રા માટે પસંદગી થશે, તેમણે પ્રક્રિયા સબંધિત કેટલીક ફી આપવી પડશે. પહેલા હજની અરજી માટે ફી 300 રૂપિયા હતી. સરકારના ટોચના સૂત્રએ જણાવ્યુ કે આ વખતે હજ માટે મહિલાઓ, વૃદ્ધ અને દિવ્યાંગોને પ્રાથમિકતા આપવામાં આવશે.
મેહરમ વગર હજ યાત્રા કરી શકશે મહિલાઓ
જો 45 વર્ષથી વધુની ઉંમરમાં કોઇ મહિલા મેહરમ (નજીકના પુરૂષ સબંધી) વગર અરજી કરે છે તો તેને હજ પર જવાની પરવાનગી હશે. પહેલા મહિલાઓને મેહરમ ના હોવાની સ્થિતિમાં ગ્રુપમાં જવાની પરવાનગી નહતી. આ વર્ષે ભારતમાંથી 1.75 લાખ લોકો હજયાત્રા પર જશે.
Advertisement